Nari Aawaj

News Website

*મોરબીની આંગડિયા પેઢી ૪૩.૨૦ લાખની છેતરપિંડી, કર્મચારી સામે નોંધાયો ગુનો*

Views: 92
0 0
Spread the love

Read Time:2 Minute, 30 Second

મોરબીના સરદાર ભવનરોડ ઉપર આવેલ બાલાજી ચેમ્બરની અંદર આવેલી રમેશકુમાર પ્રવિણકુમાર એન્ડ કંપની નામની આંગડિયા પેઢીના કર્મચારી દ્વારા કંપનીમાંથી ૪૩.૨૦ લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવેલ છે જેથી કરીને છેતરપિંડીના આ બનાવમાં હાલમાં આ અંગે કંપનીના માલિક દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તેના કર્મચારી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ હાથ ધરેલ છે. બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ રાજસ્થાનના ઉડ ગામના રહેવાસી અને હાલમાં વડોદરાની વાઘોડિયા રોડ પર આવેલ પ્રમુખ સોસાયટીમાં રહેતા મગનભાઈ ઉકાજી પ્રજાપતિ (ઉંમર વર્ષ ૫૦) દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓની આંગડિયા પેઢીમાંથી ૪૩.૨૦ લાખ રૂપિયાની ઉચાપત થઇ હોવા અંગેની ફરિયાદ નોંધવામાં આવેલ છે હાલમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મગનભાઈ ઉકાજીભાઇ પ્રજાપતિની ભાગીદારી પેઢી વાળી રમેશકુમાર પ્રવીણકુમાર એન્ડ કંપની નામની આંગડીયા પેઢીની મોરબીના સરદાર ભવનરોડ પર આવેલ બાલાજી ચેમ્બરમં બ્રાન્ચ કાર્યરત છે જેની અંદર કર્મચારી તરીકે જીતેન્દ્રકુમાર કનાજી પ્રજાપતિ રહે, ઉડ, રાજસ્થાન વાળાને રાખવામાં આવ્યો હતો અને તેના ઉપર વિશ્વાસ રાખીને તેને પેઢીનો સંપૂર્ણ વહીવટ સાંભળવા માટે આપ્યો હતો જોકે મગનભાઈની ભાગીદારી પેઢીમાંથી સમયાંતરે ૪૩૨૦૫૧૦ જેટલી રકમની ઉચાપત કરેલ છે જેથી કરીને મગનભાઇએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તેના કર્મચારી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ હાથ ધરેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love