Nari Aawaj

News Website

*મોરબીના કેસર બાગ પંપ હાઉસમાં મોડી રાત્રે પાણી માટે ટોળેટોળાં*

Views: 118
0 0
Spread the love

Read Time:2 Minute, 27 Second

“પાણીદાર પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાને પીવાના પાણી ની વ્યવસ્થા કરી આપો!” મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં સમસ્યાઓ સામાન્ય મતદાર પ્રજા માટે શિરદર્દ બની હોય એમ શિયાળાની ઋતુમાં પણ પાણીની હાલાકી લોકો અનુભવી રહ્યા હોય અને સમયસર પાણી ના મળતા મોડી રાત્રે મોરબી નગરપાલિકા સેવા સદન દ્વારા વોટર વર્કસ કેસર બાગ પંપ હાઉસમાં લોકોના ટોળેટોળા વિખેરવા લાગ્યા હતા આ અંગે ની જાણવા મળતી વિગત એવી છે કે પાણી વહેલી સવારે ત્રણ વાગ્યે સો ઓરડી વિસ્તારના લોકોને આપવામાં આવતુ હોવાથી હાલાકી પડતી હોય જેથી સ્થાનિક લોકોનું કહેવું છે કે સમયસર પાણી આવવું જોઈએ તેના બદલે મોડી રાત્રે 3 વાગ્યાના સમયે પાણી છોડવામાં આવે છે જેથી તે સો ઓરડી વિસ્તારના લોકોને ભારે હાલાકી રહે છે માટે યોગ્ય સમય સર પાણી વિતરણ વ્યવસ્થા કરવામાં આવી જોઈએ એવી રાવ સાથે એકઠા થયેલા સો ઓરડી વિસ્તારના લોકોએ મોડી રાત્રે 9 વાગ્યે અને સમય દરમિયાન તારીખ 10 12 2020 ના રોજ ગુરુવારે કેસર બાગ ખાતે આવેલા પંપ હાઉસ વોટર વર્કસ માં ટોળેટોળા વળતા ત્યાં સ્થાનિક ફરજ નિષ્ઠ કર્મચારી પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવેલ હોય જેથી ટોળા વરેલા વ્યક્તિઓને વિખેરવામાં આવ્યા હતા ત્યારે નોંધનીય છે કે વિકાસના વાદળો ચૂંટણી ટાણે ઘેરાતા હોય અને ચૂંટણી બાદ ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ ના પ્રજાહિત કાર્યો માં અમીછાંટણા પણ વિકાસ લક્ષી રૂપે જોવા મળતા નથી? જેનું જાગતો દાખલો મતદાર પ્રજા અવારનવાર અનુભવે છે અત્રે નોંધનીય છે કે પાલિકા અને પંચાયતની ચૂંટણી નજીક હોય તેવા સમયે પાણી ની પુકાર ઉઠવા પામ્યો છે તે પ્રજાના પ્રતિનિધિ એ ભૂલવું ન જોઈએ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love