રાજકોટ: રાજકોટ શહેર થી 20 કી.મી. દૂર આવેલા ભાયાસર ગામની સીમમાં મોડીરાત્રે ના સમયે બે વાછરડીનું મારણ કર્યું: શહેરી વિસ્તારથી સાવજોને દૂર રાખવા ફોરેસ્ટ ખાતાના સઘન પ્રયાસો: સિંહોની દરેક મુવમેન્ટ પર રાખવામાં આવી રહેલી વોચ છેલ્લા અગિયાર દિવસથી રાજકોટની ભાગોળે આવેલ સરધાર આસપાસના વિસ્તારમાં મુકામ કરી રહેલ એક માદા અને બે નર સિંહની ટોળી હવે સાવ રાજકોટથી નજીક આવી ગયાનું જાણવા મળી રહ્યું છે. આ અંગેની જિલ્લા ફોરેસ્ટ ખાતાના સૂત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ આ ત્રણેય સાવજો આજે રાજકોટથી સાવ નજીક આવેલ ભાયાસર ગામની સીમમાં દેખાયા હતા અને બે પશુનું મારણ પણ કર્યુ હતું. આ અંગેની રાજકોટ જિલ્લા ફોરેસ્ટ ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા 10-11 દિવસથી સરધાર આસપાસ આંટાફેરા કરી રહેલા વનરાજો આજે રાજકોટથી લગભગ 20 કીલોમીટર દૂર આવેલ ભાયાસર ગામની સીમમાં નજરે પડયા હતા. ભાયાસર નજીક આવેલ સીમમાં ગઈકાલે મોડીરાત્રે આ સાવજોએ બે વાછરડીનું મારણ કર્યું હતું અને મારણ કરી જંગલમાં અલોપ્ત થઈ ગયા હતા. ફોરેસ્ટ ખાતાના સૂત્રોના જણાવ્યા મુજબ આ સાવજો હવે રાજકોટની તદન નજીક આવી ગયા હોય ફોરેસ્ટ ખાતાની ટીમો સતત તેની પર વોચ રાખી રહી છે અને શહેરી વિસ્તારથી આ સાવજો દૂર રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 દિવસ દરમ્યાન આ સાવજોએ સરધાર આસપાસના વિસ્તારોમાં 10 જેટલા મારણ કર્યા છે. જેમાં હલેન્ડા, ઉમરાડી, સુકી સાજડીયાળી, હરીપર, લાખાપર, કાથરોટા ગામના સીમ અને વાડી વિસ્તાર સામેલ છે. ઉપરોક્ત ગામોના સીમ અને વાડી વિસ્તારમાં આ વનરાજોએ મોટાભાગે મોડીરાત્રીના સમયે મારણ કર્યા હતા. દરમ્યાન ગઈકાલે મોડીરાત્રે ભાયાસરમાં પણ આ વનરાજોએ વધુ એક મારણ કર્યું છે. સરધાર આસપાસનાં ગ્રામજનો જાગૃત થઈ ગયા છે અને સિંહનો ભય પણ ઓછો થયો છે લોકો બને ત્યાં સુધી રાત્રે અને વ્હેલી સવારે બહાર ન નિકળે: ડી.સી.એફ. રવિપ્રસાદ : ફોરેસ્ટ દ્વારા વધુને વધુ વનિકરણ કરાતા જંગલ વિસ્તાર વધ્યો છે, અને સિંહની વસ્તી પણ છેલ્લા 10-11 દિવસથી રાજકોટ નજીકના સરધાર આસપાસના વિસ્તારમાં ત્રણ સિંહો આવી ચડયા છે અને જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં આંટાફેરા કરી મારણ કરી રહ્યા છે, જેના પગલે ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના લોકોએ સિંહોને પ્રથમવાર ખુલ્લામાં આવી ચડેલા દેખતા આશ્ર્ચર્ય સાથે વધુ ભય ફેલાયો છે, તાજેતરમાં રાત્રે સમયે રાજકોટ નજીક થી સાવ માત્ર 20 કી.મી. દૂર આવેલ ભાયાસર ગામની સીમમાં પણ આ સિંહોએ દેખા દીધી છે અને બે વાછરડીનું મારણ કર્યું છે ત્યારે રાજકોટ જિલ્લા ફોરેસ્ટ ખાતાના ડીસીએફ રવિપ્રસાદનો સંપર્ક સાધતા તેઓએ આ સિંહો અંગે વિસ્તૃત વાત કરી હતી. રવિપ્રસાદે જણાવેલ હતું કે રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના ફોરેસ્ટ ખાતા દ્વારા વધુને વધુ વનીકરણ યોજના અંતર્ગત જંગલ વિસ્તાર વધ્યો છે આથી સિંહોની વસ્તી પણ વધવા પામી છે. ખાસ કરીને સિંહોને ફરવા માટે વિશાળ એરીયા જોઈએ છે. આથી છેલ્લા કેટલાક દિવસોથી હાલ ચાલી રહેલી ખેતીની સીઝન અંતર્ગત ખેતરોમાં ઉભેલા પાક અને શેરડીના વાડ વચ્ચે છુપાયેલા નાના પ્રાણીઓ તેમજ વાડી સીમ વિસ્તારમાં ગ્રામજનોના પશુઓનું મારણ આસાનીથી મળી રહે છે. આથી આ ત્રણ સિંહો સરધાર વિસ્તારમાં આવી ચડયા હોય શકે. તેઓએ વધુમાં એવું પણ જણાવેલ હતું કે શરુઆતમાં સરધાર આસપાસના ગ્રામજનોમાં સિંહોને જોઈ ભારે ભય ફેલાયો હતો પરંતુ રાજકોટ જિલ્લા ફોરેસ્ટ તંત્રની ટીમો સતત આ સિંહો પર નજર રાખી રહી છે અને ગ્રામજનોને જાગૃત કરી રહી છે. ખાસ કરીને ગ્રામજનોને રાત્રીના સમયે અને વહેલી સવારે બહાર ન નીકળવા તેમજ વાડી અને સીમ વિસ્તારમાં તાપણા કરીને બેસવા તેમજ વાડી ફરતે વીજકરંટની વાડ ન બનાવવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. રવિપ્રસાદે એવું પણ કહ્યું હતું કે સરધાર આસપાસના ગ્રામજનો હવે જાગૃત થઈ ગયા છે અને સિંહનો ભય પણ ઓછો થતો દેખાય છે. જુદા જુદા ગામડાના લોકો ફોરેસ્ટ ખાતાને સિંહના લોકેશન વિશે જાણકારી આપી રહ્યા છે. આથી ફોરેસ્ટ ખાતાને પણ રાહત થઈ છે.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ