“પતિ લૌકીકે વાંકાનેર ગયા બાદ પાછળથી એકલતામાં પગલુ ભરી લીધુ : મહિલા માનસિક બિમારીથી પીડાતી હતી” રાજકોટ તા.12 શહેરના ગંજીવાડા વિસ્તારમાં રહેતા લોહાણા મહિલાએ આજરોજ સવારના ઘરે અગ્નિ સ્નાન કરી આપઘાત કરી લીધો હતો. મહિલા માનસિક બિમારીથી પીડાતી હોવાનું માલુમ પડયુ છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગંજીવાડા શેરી નં.પમાં રહેતા ભારતીબેન વિનોદભાઇ કક્કડ (ઉ.વ.પ1) નામના લોહાણા મહિલાએ આજરોજ સવારના સુમારે પોતાના ઘરે શરીર પર જવલનશીલ પ્રવાહી છાંટી કાંડી ચાંપી દેતા ફાયર બ્રિગેડ તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે તે પૂર્વે બનાવ સ્થળે જ તેનું મોત થયુ હતું. લોહાણા મહિલા ભારતીબેનના પતિ વિનોદભાઇને ઘર નીચે જ ફરસાણની દુકાન આવેલી છે. આજરોજ વહેલી સવારના તે લૌકીક કામ સબબ વાંકાનેર જતા પાછળથી મહિલાએ આ પગલુ ભરી લીધુ હતું. મહિલા માનસીક બિમારીથી પીડાતી હોવાનું જાણવા મળ્યું છે.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ