Nari Aawaj

News Website

*બિઝનેસમાં પુરુષોની મોનોપોલી તોડતી ભારતીય મહિલાઓ: નફો રળવામાં રોશની નાડર અવ્વલ*

Views: 94
0 0
Spread the love

Read Time:3 Minute, 2 Second

“આ બિઝનેસ વુમન વર્ષે અબજો-ખર્વોનો બિઝનેસ કરે છે : કોટકવેલ્થ અને હરુન ઈન્ડિયાએ ભારતની સૌથી અમીર 100 મહિલાઓની યાદી જાહેર કરી” નવી દિલ્હી તા.૧૨ એક જમાનો હતો, મહિલાઓ ઘરની ચાર દીવાલોમાં પુરાઈ રહેતી હતી અને બાળકોના જન્મ ઉછેર અને પુરા પરિવારની જવાબદારી હતી, આ પરિસ્થિતિમાં તેની પ્રતિભા, વ્યક્તિત્વને વિકાસની તક નહોતી મળતી, પરિણામે મહિલાઓની પ્રતિભાનો સમાજને લાભ નહોતો મળતો, આજના આધુનિક યુગમાં મહિલા પુરુષ સમોવડી જ નહીં, કયાંક તેનાથી પણ આગળ નીકળી છે. બિઝનેસ પર પુરુષોની મોનોપોલી મહિલાએ તોડી છે આવી ભારતની 100 મહિલાઓ છે જેઓ અબજો રૂપિયાનો બિજનેસ સંભાળે છે. કોટક વેલ્થ અને હુરુન ઈન્ડિયાએ ભારતની 100 સૌથી અમીર મહિલાઓની યાદી તૈયાર કરી છે જેમાં એચસીએલના સંસ્થાપક શિવ નાડરની પુત્રી રોશની નાડર, મલ્હોત્રા પ્રથમ ક્રમે છે. જયારે બાયોકોનની સંસ્થાપક અને મેનેજીંગ ડિરેકટર કિરણ મઝુમદાર બીજા ક્રમે અને યુએસવી પ્રાઈવેટ લિમીટેડની લીના ગાંધી-તિવારી ત્રીજા ક્રમે છે. એચસીએલની ચેર પર્સન રોશનીના બીઝનેસની નેટવર્થ રૂા.54,850 છે, બાયોકવોઈનની ચેરપર્સન મેનેજીંગ ડીરેકટર પદ્મભૂષણ એવોર્ડથી સન્માનીત છે, તેની વાર્ષિક આવક લગભગ રૂા.36,000 કરોડ છે, જયારે મલ્ટીનેશનલ ફાર્મા અને બાયો ટેકનોલોજી કંપની યુએસવીની ચેરપર્સન લીના ગાંધી બીઝનેસ વુમનની સાથે સાથે એક લેખિકા પણ છે, તેની વાર્ષિક નેટવર્થ રૂા.21,340 કરોડ છે. આ પ્રથમ ત્રણ બીઝનેસ વુમનની સાથે સાથે અન્ય મહિલાઓની વાત કરીએ તો ડીવીસ લેબોરેટરીની ડિરેકટર નીલિમા મોટાપત્રી, જોહો કોર્પોરેશનની સૌથી મોટી સ્ટોક હોલ્ડર રાધા વેમ્બુ એરિસ્ટા નેટવર્કસની પ્રેસિડેન્ટ જયશ્રી ઉલાલ, હીરો ફીન કોર્પની મેનેજીંગ ડીરેકટર રેણુ મંજાલ, એલેમ્બિક લિમિટેડની એકઝીકયુટીવ ડિરેકટર મલ્લિકા ચિરાયુ શ્રીમાન થર્મેકસ કંપનીની માતા-પુત્રી અનુ આગા- મેહર પદ્મજી, નાયકાની ફાઉન્ડર મેનેજીંગ ડિરેકટર ફાલ્ગુની નાયર જેવી મહિલાઓએ બિઝનેસમાં મોટી છલાંગો લગાવી છે, તેમનું નેટવર્થ પણ અબજો રૂપિયામાં છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love