“મહિલાઓની સુરક્ષા માટે એક વર્ષ પહેલા દુર્ગા શક્તિ ટીમ અને સુરક્ષિતા એપ બનાવવામાં આવી હતી : સારી કામગીરીની પ્રસંશા કરતા પોલીસ કમિશ્નર : કાર્યક્રમમાં રાજકોટ મનપાના પૂર્વ મેયર બીનાબેન, પૂર્વ ડે. મેયર દર્શિતાબેન, કલેકટર રેમ્યા મોહન સહિતના ઉપસ્થિત રહ્યા” રાજકોટ: તાજેતરમાં ગત વર્ષે 16 ડિસેમ્બર નિર્ભયા દિવસ નિમિતે મહિલા સુરક્ષા માટે રાજકોટ પોલીસ દ્વારા દુર્ગા શક્તિ ટીમ, અને સુરક્ષિતા એપ લોન્ચ કરવામાં આવી હતી. જેને સફળતા પૂર્વક એક વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી હતી અને પ્રસંશાપાત્ર કામગીરી કરનાર પોલીસ વિભાગના મહિલા અધિકારી-કર્મચારીઓ અને શહેરના મહિલા આગેવાનોનું સન્માન કરાયું હતું. રાજકોટ શહેર પોલીસ હેડ કવાટર્સ ખાતે યોજાયેલા આ સમારોહમાં પૂર્વ મેયર બિનાબેન આચાર્ય, પુર્વ મેયર રક્ષાબેન બોળીયા, પુર્વ ડેપ્યુટી મેયર દર્શીતાબેન શાહ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, કલેકટર રેમ્યા મોહન, મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલ, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જે.સી.પી. ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-1 પ્રવીણકુમાર મીણા, ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા અને પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મહિલા માટે સારી કામગીરી કરનાર તત્કાલીન મેયર બિનાબેન, નક્ષ સેવા ગૃપના સામાજિક કાર્યકર્તા અને લોકડાઉનમાં સેવાકીય કામગીરી કરનાર પ્રીતીબેન પટેલ, મહિલા સુરક્ષા સંબંધિત ઓનલાઇન સંવાદમાં સારું પરફોમન્સ આપનાર ક્રાઇસ્ટ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટના ટુડન્ટો બ્લેસ અબ્રાહમ, બ્રિજીત જયોર્જનું સન્માન કરાયું હતું. ફરજ દરમ્યાન ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર પીએસઆઈમાં યુનિ. પોલીસ મથકના એચ.જે.બરવાડીયા, એ.ડીવીઝનના ટી.ડી.ચુડાસમા, મહિલા પોલીસના હેડ કોન્સ્ટેબલ સોનલબેન ગોસાઇ, એ ડીવીઝનના વસંતબેન મેટાળીયા, હેડ કોન્સ્ટેબલ નેહલબેન મકવાણા, આજીડેમ પોલીસના લોકરક્ષક ઘારાબેન મેઘાણી, ગાંધીગ્રામ પોલીસના ભુમિબેન સોલંકી, બી. ડીવીઝનના રાજલબેન કુંચાલા, પ્ર.નગર પોલીસના ગાયત્રીબા ગોહિલ, તાલુકા પોલીસના દીપલબેન ચૌહાણ, ટ્રાફિક શાખાના ટી.આર.બી. ચન્દ્રીકાબેન મહેતા, ગીતાબેન સોલંકીને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. રંગમંચના નાટય કલાકારો ગૌરવસિંહ રેવર, રાજદિપભાઇ ગાધેર, સાગરભાઇ ચૌહાણ, સાહિલભાઇ બલદેવ દ્વારા મહિલા સુરક્ષા તથા દુર્ગા શકિત ટીમ બાબતે નાટય પ્રસ્તુત કરી અને મહિલા સુરક્ષા અંગે જાગૃતતા અંગે સંદેશો અપાયો હતો.
*”દુર્ગા શકિત”ને એક વર્ષ પુર્ણ : સન્માન સમારોહ યોજાયો*
Views: 107



Read Time:3 Minute, 41 Second



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ