“મોરબી જિલ્લા કલેકટર કચેરીએ લાગ્યા બેનરો પ્રજાના પ્રતિનિધિ અને સમાજસેવકો મૌન!!!” આજના ટેક્નોલોજીના યુગમાં ઝડપથી અને સરળતાથી પ્રજાહિત કાર્ય કરવા માટે મોટાભાગે પ્રજાના પ્રતિનિધિઓ નિષ્ફળ નીવડયા હોય તેમ છાશવારે મોરબીમાં વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે તેવા સમયે મતદાર પ્રજાને વધુ એક સમસ્યા જનક પોતાના પ્રશ્નોને આ અંગે જિલ્લા કક્ષાના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા જવું હોય તેવા સમયે જિલ્લા કક્ષાની કચેરીમાં બેનરો મારી જિલ્લા કક્ષાના અધિકારીઓની પર્સનલ મિલકત હોય તેવા હુકમો કરતા બોર્ડ મારી લોકશાહી દેશમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ તાનાશાહી શરૂ કરી હોય તેમ મતદાર પ્રજા અનુભવી રહી છે મોરબીના જિલ્લા કક્ષાની કચેરીમાં જે બોર્ડ લગાડવામાં આવ્યું છે તેમાં લખ્યું છે જેમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે સરકારી અધિકારીશ્રી કર્મચારીઓ આ સિવાય કોઈએ પ્રવેશ કરવો નહીં કલેકટર શ્રી ના હુક્મ ત્યારે પ્રશ્ન એ છે કે આવા બેનરો મારી લોકશાહી દેશમાં તાનાશાહી નહિ તો શું!? તેવો પ્રશ્ન સામાજિક કાર્યકર કે સ્થાનિક ધારાસભ્યો કાયદાના નિષ્ણાત એવા એડવોકેટ પણ આવા બેનરો નો વિરોધ કર્યા વગર જિલ્લાકક્ષાના અધિકારીની મનમાની સામે વિરોધ કરવામાં આવ્યો નથી તે બહુ દુઃખ ની વાત છે નોંધનીય છે કે જિલ્લા કક્ષાની કચેરીમાં માત્ર સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ જ પ્રવેશ કરવા માટે ની કચેરી હોય તો અરજદારનું શું? એ એક મોટો સો મણનો સવાલ સામાન્ય મતદાર પ્રજા માંગ ઉઠવા પામ્યો છે જે તસવીરમાં લખેલા શબ્દો વાળુ કલેકટરના હુકમ નું બેનર તસવીરમાં નજરે પડે છે જે લોકશાહી દેશમાં એક તાનાશાહી જેવું વરણ મોરબી ની મતદાર પ્રજા માટે ગંભીર ચિંતાજનક વિકાસ લક્ષી સરકારના રાજમાં જોવા મળી રહ્યું છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ