Nari Aawaj

News Website

નારી શક્તિ નુ મૂળ આ સંસ્થા ના સોનલબેન ને વંદન છે.

Views: 138
0 0
Spread the love

Read Time:7 Minute, 27 Second

સમાજ સેવા સંસ્થા એ પ્રબળ શક્તિ થી કાયૅરત છે,સોનલબેન સમાજ સેવાની સાથે પોલીસ સમન્વય રાજકોટ અને જામનગર ના મહિલા પ્રેસિડન્ટ છે.તેમના જીવનકાળ દરમિયાન તેમના આ કાયૉથી એવા લોકો ને મદદરૂપ થાય છે જયાં સૌ હતાશ થઈ ગયા હોય, ત્યાં એક અંધારામાં એક કિરણ રુપી માનવ જયોત જગાળે છે અને માનવ ધર્મ નુ આ સંસ્થા વતી કાર્ય થાય છે. આ સંસ્થાના મોભી ટી.ડી. પટેલ અને સોનલબેન ડાગરીયા આદર અને સત્કાર ને લાયક છે.

નારી શક્તિ નુ મૂળ આ સંસ્થા ના સોનલબેન ને વંદન છે.

ભારત દેઈ પુરુષ પ્રધાન દેશ છે, બહુત ઉચ -નીચ તથા અતિ અતિક્રમણ બહેનોને હિત ભાવનાથી જોનાર ને એક નર ને પણ લજવે તેવી બાહોશ મહિલા શક્તિ પ્રદાન અને કોઈ ની પણ તાનાશાહી આગળ ન જુકતી એક હરણ ફાળ ભરતી વિરાગના એટલે બહેનોનુ ગૌરવ તથા સમાજનુ અને ડાગરીયા પરિવારનુ ગૌરવ વંતુ કામ, તથા દેશની આન વધારવા સોનલબેન ડાગરીયા સૌનુ ભલુ કેમ થાય જેમકે,

સમાજમાં થતી સામાજિક પ્રવૃતિઓ જેવી કે , કુદરતી આફતોમા સહાય, અન્ન સેત , વિવિધ સહાય , બિનવારસી લાસના અંતિમ સંસ્કાર ,ફ્રી એમ્બ્યુલન્સ સેવા, ગરીબ દર્દીઓને હોસ્પિટલ સહાય, વૃદ્ધાશ્રમ, સ્ત્રી સલામતી, આદયાતમિક તેમજ શૈક્ષણિક સેતે સહાય, ઝૂપડ પટ્ટીમા બસમાં જ શિક્ષણ પ્રવૃતિ, ફ્રી નેચરોપોથી, યોગા કલાસ, સિવણ કલાસ, આથિક પગભર બનાવવાના પ્રયાસો, પાણીના પરબ, ચબુતરા, પ્રાણી-પંખીઓની સેવા, સ્વરછતાના કાયો, શારીરિક-માનસિક વિકલાંગોને સહાય, વિભિન્ન સમાજના છાતલયો, મેરેજ બ્યુરોની સેવા, સમુહ લગ્ન તેમજ ગૌશાળાઓમાં બનતી મદદ , આ પ્રકારની અનેક સામાજિક સેવાઓ નિ:સ્વાથૅ ભાવે કરવામાં આવે છે.

જયારે હાલમાં જ કોરોનાની વૈશ્વિક માહામારીથી બચવા વડાપ્રધાન દ્વારા લોકડાઉનની જાહેરાત થતા રાજકોટ અને રાજકોટની બહાર હજારો મજુરો અને ગરીબોને રોજેરોજ નુ કમાઈને ખાઈ છે તેવા પરિવારો ને જમવાની ચિંતાને દયાનમા લઈ સોનલબેને ખૂબ મહેનતથી બંને સમય ગરીબોને ભરપેટ ભોજન પહોચાડયુ હતુ.તેમજ પોલીસ કમૅચારીઓને ચા-પાણી-સેનેટાઈઝર-હેન્ડગ્લોઝ અને માસ્કનુ વિતરણ કયુ હતુ તેમજ ખાસ તો ફુટપાથ પર રહેતા નિ:સહાય લોકો અને મંદબુદ્ધિ(ગાડા) ને બન્ને ટાઈમ જમાડયા હતા અને જીવન જરૂરિયાત માં રાશનની કીટો આપી, રખડતા શ્વાનો માટે બિસ્કીટ તેમજ ગૌશાળામાં ગાયો માટે ધાસચારો પણ નાખ્યો હતો.

મહિલા જયારે ધરનો ઉંબરો ઓળંગી સમાજ માટે કંઈક સારું કરવા બહાર નીકળે છે ત્યારે ધણી મુશ્કેલીઓને સામનો કરવો પડે છે. લોકોની જાત – જાતની વાતુ , સેવાકીય કાયો સાથે પરિવારની જવાબદારી નું તાલ-મેલ પુરુષ પ્રધાન સમાજમાં પુરુષની સાથે રહી અનેક મુશ્કેલીઓને સામનો કરી સેવાકીય સેતમા અનેક લોકોના હમદર્દ બની ઉતમ ઉદાહરણ પુરુ પાડયુ છે.

મહિલા સશક્તિકરણ ની વાતો કરીએ છીએ પરંતુ મહિલા કંઈક કરી છુટવા માટે ધરના ઉબરાની બહાર પગ મુકે છે તો આપણી નબળી માનસિકતા મન પર હાવી થઇ જાય છે. અને તેણી ને એક અબળા કહી ધરમાં બેસાડી દઈએ છીએ, પરંતુ જે પરિવારની દિકરી કે પુત્રવધુ જયારે જયારે ધરની ચાર દિવાલોની નીકળી છે, ત્યારે અસામાન્ય ઉચાઈ હાસલ કરી છે. માત્ર પરિવારનુ જ નહીં સમાજ અને દેશનુ નામ રોશન કયું છે. આજે આપણે એવી એક આયૅ નારીની વાત કરી રહ્યા છીએ કે જેને સામાજિક સેતે બહિર્મુખ પ્રતિભા હાસલ કરી છે, જેમણે સેવામાં સમાજ સેવા કેન્દ્ર , પોલીસ સમન્વય , સાવૅજનિક સેવા સમિતિ, ટાફિક સોલ્યુશન ટીમ અને ગ્રેનસૅ મહિલા સુરક્ષા એપ જેવી અનેક સંસ્થાઓ સાથે જોડાઈ બાહોશ અને નિડરતાથી સેવાકીય કાયો કયા, સમાજ માટે કંઈક કરી છુટવાની ભાવના ધરાવતા બહેનોને રોકો નહી ટોકો નહીં, એની મંઝીલ સર કરવા દો.

જયારે અત્યારે સુધીમા સોનલબેન મહિલાઓ સાથે થતા અત્યાચાર, શોષણો જેવા ધરેલુ હિસાના કેસો અને મહિલાઓ માટેના જાગૃતિ અને અવેરનેસ માટેના પ્રોગ્રામ હરેક જગ્યાએ-જગ્યાએ જઈ કરી રહ્યા છે, આજ ખુબ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે ત્યારે મહિલાઓ માં જાગૃતિ અને અવેરનેસ આવે એ હેતુથી પુરો પ્રયત્ન અને કોઇ મહિલા હેરાન ના થાય પછી તે દિકરી હોય, પુત્રવધુ હોય કે માં- બહેન હોય.

હંમેશા સત્યને સાથ આપનારા સોનલબેન સમાજમાં બનતી ધટનાઓમા પુરુષ સત્ય હોય ત્યારે તે ઉજાગર કરવાનું મુકતા નથી કારણ કે અત્યારે સોનલબેનનુ કહેવું છે કે ૮૦% વાક મહિલાઓનો છે, જયારે ૨૦% વાક પુરુષોનો છે. એ સત્ય હકીકત છે. જેને નકારી ના શકાય. જયારે ધરેલુ હિસાના કેસોમાં હંમેશા સત્ય હોય એનો સાથ આપનાર બાહોશ અને નિડર એવા સમાજ સુરક્ષા માટેના, મહિલા સુરક્ષા માટેના પરંતુ સમાજ માં જે પ્રકારે દુષણો પ્રસરી રહ્યા છે તેમાં સોનલબેન સતત પ્રયત્નશીલ છે.તેમા સરકારે અને સમાજે રોજ કાયૅકમ કરવા પડશે કે જેમાં સ્ત્રીને સાચો ન્યાય અને સન્માન અને અધિકારો મળે.

સોનલબેન ડાગરીયા સૌનું ભલુ કેમ થાય એ ચિંતન અને ચોવીસ કલાક તત્પર રહેતા, નારી સિફૅ નારી નહીં, પણ સિહફાળ ગજૅના કરતા એ ભારતની વિરાગનાઓ યાદ આવે, એ ૧૪ વષૅની ચારણ દિકરી યાદ આવે, એ રણે ચડતી ઝાંસીની રાણી સમી બાઈ યાદ આવે , એ જીજાબાઈ યાદ આવે, નારી તુ નારાયણ નારી જગતની ખાણ નારીથી પર નિપજે સોનલબેન ને જેન્યુન ફાઉન્ડેશનના પ્રમુખ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવી રહ્યા છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love