દેવભૂમિદ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામના સામાજિક કાર્યકરો દ્વારા વાડીનાર ગામે આવેલ દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ ની સેન્ટ આન્સ સ્કૂલની ફી માફ કરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે. રજુઆત માં જણાવ્યું છે કે હાલ કોરોના ની મહામારી માં વાલીઓના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા હોય જેના કારણે વિધાર્થીઓની ફી વાલીઓ ભરી શકે તેમ ન હોય અને કોરોનાની આ મહામારી ના કારણે લોકોની દયનિય સ્થિત ને જોતા હાલમાં આ વર્ષ ની સ્કૂલ ફી માફ કરવા અથવા શક્ય હોય તેટલી સ્કૂલની ફી ઘટાડો કરી આપશો તો વિધાર્થીઓના વાલીઓને રાહત મળશે તેવી રજુઆત વાડીનાર ગામના ડો.અબ્બાસ સંઘાર, આસિફ સુભણીયા, મુસાભાઈ ભગાડ, દાઉદ સંઘાર દ્વારા જિલ્લા કલેકટર ,જીલ્લા શિક્ષણ અધિકારી, દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ ના ચેરમેન, સેન્ટ આન્સ સ્કૂલ ના પ્રિન્સિપાલ ને રજુઆત કરવામાં આવી હતી.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ