મોરબી શહેરના ત્રાજપર અને ભડીયાદ ના રહીશોને પ્લોટ અને સનંદ માટે ગત તારીખ 11 12 2020 ના રોજ અનિલભાઈ આંબલીયા એ પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કરેલ હોય જેના અનુસંધાને તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ એકે પટેલ અને આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલનની મુલાકાત કરી જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવેલ છે જેમાં જણાવેલ વિગત એવી છે કે પ્રતિક ઉપવાસ પર બેઠેલ અનિલભાઈ આંબલીયા ની માંગણી ૧૯૮૩માં ત્રાજપર અને 2010માં ભડીયાદ ગામે મંજુર થયેલ સો ચોરસ વાર ની સનદ અને પ્લોટ ફાળવણી અંગેની માંગણી અંતર્ગત પ્રતિક ઉપવાસ છાવણી ની આમ આદમી પાર્ટીએ મુલાકાત કરી હતી જેમાં ૧૧ દિવસ જેટલો સમય થઈ ગયેલ હોય છતાં તંત્ર વાહકોએ યોગ્ય ન્યાયિક અરજદારને સંતોષકારક માગણી લાગણી ને ધ્યાને લીધેલ નથી જે ટેકનોલોજીક આધુનિક યુગમાં વિકાસલક્ષી સરકાર માટે ઘણી દુખદ ઘટના સમાન રહી હોય તેમ મતદાર પ્રજા અનુભવી રહી છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ