ગુજરાત પ્રદેશ મહિલા કોગ્રેસ દ્વારા ચુંટણી અંતર્ગત સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે જેના ભાગ રૂપે તાજેતરમાં રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર – કચ્છ ઝોન ની બેઠક મળી હતી જેમાં કોગ્રેસ મહિલાઓ ની મોટી સંખ્યામાં હાજરી આપવા આવી હતી જેમાં પંચાયત જીલ્લા પંચાયત પાલિકા મહા નગરપાલિકા ચુંટણી અંતર્ગત સેન્સ પ્રક્રિયા માટે ની મિટિંગમાં રાજય મહિલા કોગ્રેસ પ્રભારી શોભનાબેન શાહ ગુજરાત મહિલા કોગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાધેલા જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પનાબેન ખાટરીયા મનીષાબા વાળા કલ્પનાબેન જોશી ઉષાબેન કુશ કિયા સહિતની કોંગ્રેસ મહિલા સભ્યોની બહેનો તેમજ મોટી સંખ્યામાં હોદેદારો કાર્યકરો હાજર રહ્યા હતા અને સમગ્ર શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોને ધ્યાને રાખી આવનાર દિવસોમાં પાલિકા પંચાયત મહાનગરપાલિકામાં કોંગ્રેસ માટે અચ્છે દિન’ની આશાઓ સાથે પ્રજાહિત કાર્યો માટે મહિલાઓ નું મંડળ મળ્યું હતું જેમાં વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો બહેનોએ જનસંપર્ક અંતર્ગત કાયમી જરૂર કરવો અને પ્રજાહિત રાષ્ટ્રીય હિત કાર્ય કરવા માટે કોંગ્રેસ મહિલા નું ચૂંટણી લક્ષી સેન્સ પ્રક્રિયાનું સૌરાષ્ટ્ર કચ્છ નું મહિલા કોંગ્રેસ સંમેલન મળ્યું હતું જે તસવીરમાં નજરે પડે છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ