સરકાર દ્વારા વહાલી દિકરી યોજના મા વડોદરા શહેર જિલ્લાની ૯૯૪ દિકરીઓને અઢાર વર્ષ પૂર્ણ થયા પછી એક લાખ રૂપિયા જેટલી રકમ મળશે. આ યોજનામાં કોઈપણ લાભાર્થીને એક પણ રૂપિયો ભર્યા વગર લાભ મળી રહે અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દીકરીઓનું જાતિ પ્રમાણ વધારવા શિક્ષણનું સ્તર ઉંચે લઈ જવા તેમજ બાળ લગ્ન અટકાવવા અને મહિલા સશક્તિકરણની રાજય સરકારની નેમને આગળ લઈ જવા પ્રયાસો કરાયા છે. ઉપરાંત આ વહાલી દિકરી યોજના હેઠળ દીકરી જ્યારે ધોરણ એકમાં પ્રવેશ મેળવે ત્યારે રૃપિયા ચાર હજાર અને ધોરણ નવમાં દાખલ થાય ત્યારે છ હજારની સહાય મળવાપાત્ર છે. ઉપરાંત જીલ્લા મહીલા અને બાળ અધિકારી શ્રીમતી માધવી બેન ચૌહાણને પૂછતા આ યોજના તારીખ ૦૨/૦૮/૨૦૧૯થી અમલમાં મૂકવામાં આવી છે વધુમાં તેમણે ઉમેરતાં જણાવ્યુ હતુ કે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપત્તિની દિકરીઓને જ યોજનાઓનો લાભ મળવાપાત્ર છે. ઉપરાંત વહાલી દિકરી યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપત્તિની પતિ પત્ની સંયુક્ત વાર્ષિક આવક બે લાખ કે તેથી ઓછી હોવી જોઈએ જે અંતર્ગત આજે ડભોઇમાં આ વહાલી દિકરી યોજનાનું ફોર્મ ભરીને આંગણવાડીના મનીષાબેન, પાલિકાના માજી સદસ્ય સોનલબેન સોલંકી દ્વારા પંદર જેટલા ફોર્મ ભરી લાભ અપાવ્યો અને ગિફ્ટ વિતરણ કરાયુ હતું.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ