“ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત છતાં લોકો ને વિકાસના પ્રકાશ નથી મળ્યા!!?” દરિયાઈ વિસ્તાર એવા જોડીયામાં મુખ્ય માર્ગોની સ્ટ્રીટલાઇટો સતત ૨૦ દિવસ સુધી બંધની બંધ રહેતા જોડિયા પંથક ના વ્યક્તિઓ ગામ પંચાયતમાં રાવ રજૂઆત કરેલ હોય છતાં વિકાસનું પ્રકાશ થયો ના હોય તેથી અંધારપટ ના કારણે મતદાર પ્રજા ને ચોરી અને અકસ્માતનો ભય રહ્યો છે જ્યારે આજના ટેકનોલોજી આધુનિક યુગમાં સરકાર દ્વારા છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી વિકાસના વાવાઝોડા ફૂંકાયા છે ત્યારે દરિયા વિસ્તાર એવા જોડીયામાં સતત ૨૦ દિવસ સુધી સ્ટ્રીટલાઇટો બંધની બંધ રહેતા અંતે ગામ પંચાયત એ પીજીવીસીએલ નું લેણું ચડત હોવાના કારણે મતદાર પ્રજાને અંધારપટ માં રહેવું પડ્યું છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે અંદાજે સાત લાખ રૂપિયાનું પીજીવીસીએલ નું લેણુ ચડત થયેલ હોય અને સરકારશ્રીમાંથી ગ્રાન્ટ મળેલ ના હોવાના કારણે pgvcl બિલ બાકી રહેલ છે પરંતુ ગામ પંચાયત દ્વારા જોડીયા ગામ ના ઘરદીઠ દર વર્ષે દીવાબત્તી વેરો ઉઘરાવવામાં આવે છે જે સ્ત્રી કલાક માટે લેવામાં આવે છે તો પછી સરકારી ગ્રાન્ટની રાહમાં લોકોને અંધારામાં રાખવા પાછળનું કારણ શું? અત્રે નોંધનીય છે કે જોડીયામાં પીજીવીસીએલ દ્વારા કોઈપણ ઘરનું રૂપિયા 2000 બાકી હોય તોપણ ઉઘરાણા કરવામાં આવે છે અને પાવર કટ પણ કરી નાખવામાં આવે છે ત્યારે પ્રશ્ન એ છે કે ૧૭ લાખ સુધી રૂપિયા ચડી ગયા છતાં પીજીવીસીએલ દ્વારા કયા કારણોથી ઊઘરાણી કરવામાં આવેલ નથી સ્ટ્રીટ લાઈટ ચાલુ બંધ કરવા માટે કર્મચારીઓને વ્યવસ્થા કરવા છતાં સ્ટ્રીટલાઈટ સવારના આઠથી નવ વાગ્યા સુધી ચાલુ રહેતી તે અંગે કર્મચારી સામે પગલાં લેવામાં આવશે!? કે પછી ઘરકી મૂર્ઘી દાલ બરાબર!!! દરિયાઈ વિસ્તાર એવા જોડિયા ગામમાં અંધારપટ વિસ્તારોમાં વિકાસ નો પ્રકાશ કયારે આવનાર સમય કહેશે હાલ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ચુપ રહેવાથી મતદાર પ્રજા પીજીવીસીએલ પંચાયત ના કારણે પરેશાન છે….
*લ્યો કરો વાત વીસ દિવસ સુધી જોડીયા માં અંધારપટ*
Views: 114
Read Time:2 Minute, 55 Second



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ