Nari Aawaj

News Website

*દ્વારકા જિલ્લામાં ગર્ભ પરિક્ષણ કાયદા મુદ્દે સરકારી-ખાનગી તબીબોને માર્ગદર્શન*

Views: 162
0 0
Spread the love

Read Time:3 Minute, 15 Second

સરકારી નિયમ અંતર્ગત કાનુની જોગવાઇની સમજ અપાઇ જામખંભાળીયા: ભારત સરકારના નિતિ આયોગ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જુદા-જુદા 11 સૂચકઆંકો પૈકી જન્મ સમયે જાતિપ્રમાણ દરનો સમાવેશ કરવામાં આવેલ છે. ગર્ભસ્થ શિશુના જાતિ પરિક્ષાણ અટકાવવા અને સમાજમાં પુરૂષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ જળવાઈ રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા ઘડવામાં આવેલ અધિનિયમ “પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ, 1994” અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં તમામ સોનોગ્રાફી માટે રજીસ્ટર્ડ થયેલ સરકારી કે બિનસરકારી તબીબો, સ્વૈચ્છીક સંસ્થાની હોસ્પિટલના તબીબો, સરકારી હોસ્પિરટલના અધિક્ષક, તાલુકા હેલ્થ ઓફીસરઓ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના એમ.બી.બી.એસ. તબીબી અધિકારીઓ માટે બુધવારના રોજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજીત વર્કશોપમાં જિલ્લા નોડલ ઓફીસર ડો.પ્રકાશ ચાંડેગ્રા દ્વારા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ-1994ના ક્ષતિરહિત અમલીકરણ થાય તે માટે નિભાવવાના થતા રેકર્ડ, માસિક રીપોટીંગ અને નવા રજીસ્ટ્રેશન/રીન્યુઅલ રજીસ્ટ્રેશનની અરજીઓ ઓનલાઈન કરવા તેમજ ક્ષતિરહિત ફોર્મ-એફ ભરવા બાબતે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. જિલ્લા એપેડેમિક મેડીકલ ઓફીસર ડો. આર.બી.સુતરીયા દ્વારા જિલ્લાના જાતિપ્રમાણ દર બાબતે સર્વેને માહિતગાર કરી પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ-1994 અંતર્ગત થયેલ જોગવાઈઓ-નિયમોના અમલીકરણ માટે ડોકટરોને સૂચન કર્યા હતા. આયોજીત વર્કશોપમાં જિલ્લા એડવાઈઝરી સમિતિના અધ્યક્ષા ડો. કાશ્મિરાબેન રાયઠઠા, આઈ.એમ.એ. પ્રેસીડેન્ટ ડો.રામ ચાવડા, આરોગ્ય વિભાગના જિલ્લા કક્ષાના અધિકારીઓ, પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ હેઠળ નોંધાયેલ સરકારી અને બિનસરકારી તબીબો, સરકારી હોસ્પિટલના અધિક્ષક, સબ ડીસ્ટ્રીકટ એપ્રોપિરએટ ઓથોરીટી અને તાલુકા હેલ્થ ઓફીસરો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના એમ.બી.બી.એસ. મેડીકલ ઓફીસરો ઉપસ્થિત રહયા હતા. પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ અંતર્ગત નોંધાયેલ સરકારી/બિનસરકારી ડોકટરોને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ હેઠળ થયેલ જોગવાઈઓ, નિયમોના ચુસ્તપણે અમલીકરણ કરવા દેવભૂમિ દ્વારકાના જિલ્લા એપ્રોપિરએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.વી. પટેલની યાદીમાં સૂચન કરવામાં આવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love