“યુવા મોરચા દ્વારા રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને ભોજન કરાવાયું, લઘુમતિ મોરચાએ પદ્મકુંવરબા અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને કર્યું ફ્રૂટ વિતરણ: વોર્ડના તમામ બૂથોમાં પુષ્પાંજલિ અર્પણ: સાંસદ-ધારાસભ્યો સહિતના દિગ્ગજ ભાજપી નેતાઓની ઉપસ્થિતિ” રાજકોટ: દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ.અટલબિહારી વાજપેયીનો આજરોજ તા.૨૫-૧૨-૨૦૨૦ ના રોઝ જન્મદિવસ હોય ભાજપ દ્વારા આજે સામાજિક પ્રવૃત્તિઓ કરી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપની વિવિધ પાંખ દ્વારા વડિલોનો ભોજન, દર્દીઓને ફ્રૂટ વિતરણ સહિતની પ્રવૃત્તિ કરવામાં આવી હતી. જ્યારે ધારાસભ્યો સહિતના દિગ્ગજ ભાજપી નેતાઓએ સામાજિક પ્રવૃત્તિની સાથે સાથે વોર્ડના તમામ બૂથોમાં સ્વ.વડાપ્રધાનને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા ઉપરાંત પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, રાજુ બોરીચા, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોશી, મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનિતાબેન પારેખ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને અટલજીને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. જ્યારે શહેર ભાજપ લઘુમતિ મોરચાના પ્રભારી આસીફ સલોતની આગેવાનીમાં ગુંદાવાડીમાં આવેલી પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના નેજા હેઠળ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરીને આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા સહિતનાએ રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમના વડિલોને ભોજન પીરસીને સ્વ.અટલજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આમ ભાજપની તમામ પાંખ દ્વારા કોઈને કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરીને સુશાસન દિવસ મનાવવાની સાથે સાથે લોકપ્રિય વડાપ્રધાનની જન્મજયંતીને યાદગાર બનાવવા પ્રયાસ કર્યો હતો.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ