વાંકાનેર તાલુકા માં આવેલા સરધારકા ગામ ખાતે આશરે ત્રણ હજારની વસતી ધરાવતું સરઘારકા ગામ છે જ્યાં મહિલા સરપંચ મીનાબા મહેન્દ્રસિંહ ઝાલા પ્રજાહિત કાર્યો માટે તત્પર રહ્યા છે સરપંચ બન્યા ત્યારથી વિકાસ લક્ષી સરકાર ના રાજમાં વિકાસલક્ષી કામો કરવામાં આવ્યા છે જેમાં ભૂગર્ભ ગટર સિમેન્ટ રોડ પાણીનો ટાંકો અને છત વાળો અવેળો બ્લોક પેવર અને આંગણવાડી નો વંડો આરસીસી માર્ગ વિગેરે પ્રાથમિક સુવિધાઓ સરકાર શ્રી ની ગ્રાન્ટ માંથી ૧૩ મું નાણાપંચ અને તાલુકા પંચાયતની વિકાસ લક્ષી ગ્રાન્ટ થી બનાવવામાં આવેલ છે અને સરધારકા ગામ વિસ્તારના લોકોને વધુ સુવિધા માટે પ્રયાસો પણ હાથ ધર્યા છે જેમાં સરધારકા થી દેરાળા સુધીનો માર્ગ પર આવેલા હોકળા માં કોજવે સહિત સરધારકા થી ઝાલી સાણમા કોઝવે સરધારકા થી દલડી ખાખળી માતા વાળા માગૅ પર કોઝવે કરવા માટે જીલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી ને રજુઆત કરી પ્રજા હિત કામ વાંકાનેર તાલુકાના સરધારકા ખાતે કરવા માટે મહિલા સરપંચ મીનાબા મહેન્દ્રસિંહ ઝાલા એ નારી આવાજ ની શુભેચ્છા મુલાકાતમાં જણાવ્યું છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ