“બેંકની ચુંટણીને લઇને રાજકીય પક્ષોમાં ભારે ખેચતાણ: મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો” જામનગર : જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકની ચુંટણી આગામી તા.13 જાન્યુઆરી યોજાવાની છે ત્યારે ઉમેદવાર પત્ર પાછા ખેંચવાના દિવસે કુલ 12 ફોર્મ પરત ખેંચાયા હતા. જયારે ચાર બેઠકો બિનહરીફ જાહેર કરાઇ હતી. મહત્વની વાત એ છે કે આ ચુંટણીમાં ગુજસીટોકના આરોપી સહિતના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા હતા. જો કે હરીફ ઉમેદવારીની યાદી સોમવારે જાહેર થશે. જો કે આ ચુંટણીને લઇને રાજકીય વાતાવરણ ગરમાયું છે. એટલુ જ નહી ઉમેદવારી પત્રક પરત ખેંચવાના મામલે મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હોવાનું પણ ચર્ચાઇ છે. જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં સોમવારે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો. ચૂંટણીમાં કુલ 12 ઉમેદવારોએ નામાંકનપત્ર પાછું ખેંચી લીધું છે. જેમાં ગુજસીકોટના આરોપી વશરામ ગોવિંદભાઇ મિંયાત્રા ઉપરાંત ભીમજીભાઇ શીખલીયા, મોહનભાઇ ડોબરિયા, જાડેજા સહદેવસિંહ, ભીખુભા જાડેજા, બળદેવસિંહ જાડેજા, ભાવેશભાઇ ગોધાણી, અમૃતલાલ ફળદુ, જાડેજા દિગ્વિજયસિંહ, વનરાજસિંહ સરવૈયા, બળદેવસિંહ જાડેજા અને ઋષી અરવિંદભાઇનો સમાવેશ થાય છે. બેંકની કુલ 14 માંથી 4 બેઠક બિનહરીફ થઇ છે. જેમાં દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુર અને લાલપુરની બેઠકનો સમાવેશ થાય છે. અન્ય 10 બેઠક માટે હરીફ ઉમેદવારની યાદી મંગળવારના જાહેર કરવામાં આવશે. જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં ધ્રોલ અને જામજોધપુર બેઠક પર ત્રણ-ત્રણ અને જામનગર તથા જોડિયા બેઠક પર બબ્બે-બબ્બે ઉમેદવાર મેદાનમાં છે. જયારે બેંકની બી, સી, ડી અને ઇ વિભાગની ચૂંટણીમાં પણ બબ્બે ઉમેદવાર રહ્યા છે. ડિસ્ટ્રીકટ બેંકની ચુંટણીના ઉમેદવાર દિલીપભાઇ નથવાણીનું અવસાન થયું છે. તેઓએ 4 બેઠક પર ઉમેદવારી નોંધાવી હોય આ ચારેય બેઠકો પર ચુંટણી મુલત્વી રાખી રિપોર્ટ કરાયો છે.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ