Nari Aawaj

News Website

*પાંચ વર્ષની આરન્યાએ ગલ્લાના પૈસામાંથી નર્સીંગ હોમના રહેવાસીઓના દિલ જીત્યા*

Views: 134
0 0
Spread the love

Read Time:2 Minute, 8 Second

“200 કાર્ડ અને કેકની આખી ગીફટ” ન્યુયોર્ક : ન્યુયોર્કની પાંચ વર્ષની એક છોકરી આરન્યાએ તેના વિન્ટર વેકેશનનો સમય સ્થાનિક નર્સિંગ હોમના રહેવાસીઓ માટે કાર્ડ બનાવીને પસાર કર્યો હતો. આ દરમ્યાન તેણે નર્સિંગ હોમના રહેવાસીઓ માટે ડેકોરેશનનો સામાન તૈયાર કર્યો હતો. એટલું જ નહીં, નવા વર્ષે તેમને સ્પેશ્યલ ફીલ કરાવવા માટે તેણે પોતાની ગુલ્લક તોડીને એમાંથી કેક બનાવી હતી.આરન્યાનું કહેવું છે કે તેના કલાસમાં તેમને અન્યો પ્રત્યે સહૃદયી થવાનું શીખવવામાં આવ્યું હતું. કોરોના વાઈરસની મહામારીને કારણે પરિવાર અને મિત્રોને મળી ન શકનાર નર્સિંગ હોમના લોકોને આનંદીત કરવા માટે તેણે આ માર્ગ અપનાવવાનો નિર્ણય લીધો હતો. આરન્યા બે મહિના પહેલાં જયારે કાર્ડ બનાવી રહી હતી ત્યારે તેની મમ્મી શચીએ તેને કાર્ડ બનાવવાનું કારણ પૂછયું તો તેણે કહ્યું કે મારે આ કાર્ડ નર્સિંગ હોમમાં પોતાના પરિજનોથી દૂર એકલા રહેતા લોકો માટે બનાવવું છે. એ સાંભળીને શચીએ નજીકના નસિંગ હોમની મુલાકાત લીધી અને ત્યાંની સ્થિતિનો તાગ મેળવીને પોતાની દીકરીને 200 કાર્ડ તૈયાર કરવા જણાવ્યું હતું. આટલાં કાર્ડ બનાવ્યા પછી આરન્યાને હજી કંઈક વધુ કરવાની ઈચ્છા થઈ. તેણે બીજાની ખુશી માટે કેક અને સેન્ટા કલોઝ અને અન્ય ડેકોરેશનની ચીજો પર ખર્ચ કરવા પોતાની ગુલ્લક તોડીને પૈસા ખર્ચ કર્યા હતા. નાની બાળકી પાસેથી ભેટ મેળવીને નર્સિંગ હોમના રહેવાસીઓ પણ ખુશીથી ઝુમી ઉઠયા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love