સ્પોર્ટ યુથ એન્ડ કલ્ચરલ એકિટીવિટીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજીત રાજયકક્ષાની પ્રતિસ્પર્ધામાં નવયુગ શૈક્ષણિક સંકુલની વિદ્યાર્થીની ગૌસ્વામી અવનીએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવી નવયુગનું નામ રોશન કર્યુ છે ગુજરાત સરકાર દ્વારા આયોજીત યુવાઓ માટેની આ સ્પર્ધામાં અસંખ્ય ક્લાકારો વચ્ચે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી અવનીએ નવયુગ અને મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે અને હવે સમગ્ર ગુજરાતનું પ્રતિનિધીત્વ કરી તે રાષ્ટ્રિય કક્ષાએ ભાગ લેવા જશે અત્રે ઉલેખનીય છે કે, ગૌસ્વામી અવની નવયુગ સંકુલમાં અભ્યાસની સાથે સાથે ગાયનની પણ ખૂબ સરસ તાલીમ મેળવીને ગુજરાત ભરમાં અલગ અલગ સ્પર્ધાઓમાં હંમેશા પ્રથમ ક્રમે આવેલ છે અને હર હંમેશ મોરબીનું ગૌરવ વધારેલ છે ગુજરાતી લોકગીત , હાલરડા , ગરબા , ફિલ્મીગીત , શાસ્ત્રીય સંગીતની તાલીમ નવયુગના સંગીત તજજ્ઞો પાસેથી મેળવી અસંખ્ય બાળા ક્લાકારોએ વિવિધ ગાયન સ્પર્ધાઓમાં વિજેતા થયેલ છે આ સિધ્ધિ મેળવવા બદલ નવયુગ ગૃપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા તેમજ નવયુગ પરીવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ