Nari Aawaj

News Website

*હિંમતનગરના “આવો કોઈની મદદ કરીએ” ફાઉન્ડેશન દ્વારા ગરમ ધાબળાનું વિતરણ*

Views: 94
0 0
Spread the love

Read Time:1 Minute, 41 Second

“આવો કોઈની મદદ કરીએ (વીર પ્રતાપ ફાઉન્ડેશન) દ્વારા હાડ થીજવતી ઠંડી માં નિસહાય: ગરીબ, શ્રમજીવીઓ અને જરૂરિયાતમંદ ને ગરમ ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું” હિંમતનગર : હિંમતનગર ખાતે તાજેતરમાં સમગ્ર સાબરકાંઠા પંથકમાં કાતિલ શિયાળો ચાલી રહ્યો છે. ત્યારે હાડ થીજવતી ઠંડીમાં ખાસ કરીને ગરીબ, શ્રમજીવીઓ તથા જરૂરીયાતમંદ પરિવારો ભારે હાલાકીમાં મુકાઇ રહ્યા છે. આ પરિસ્થિતિમાં આવો કોઈની મદદ કરીએ (વિર પ્રતાપ ફાઉન્ડેશન )ના સ્થાપક ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત અને એમની ટીમ દ્વારા મિલન કુમાર મહેતા ના જન્મદિન નિમિતે પુત્રો બંટીભાઇ મહેતા, રવિ ભાઈ મહેતાના સહયોગથી તાજેતરમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઈને જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરી કડકડતી ઠંડીમાં રક્ષણ આપવાનો આવકારદાયક પ્રયાસ કરવામાં આવ્યો હતો વીરપ્રતાપ ફાઉન્ડેશન ના સ્થાપક ભૃગુવેદ્રસિંહ કુંપાવત દ્વારા જણાવવામાં આવ્યું કે ગ્રુપના પરિવાર ના કોઈ વ્યક્તિ નો જન્મદિન હોય ત્યારે મોંઘી કેક કે પાર્ટીઓ ના ખર્ચ બંધ કરી કોઈક ગરીબ જરૂરિયાતમંદ પરિવારો ની કરિયાણા, કપડાંની કે બાળકોના અભ્યાસ અર્થે મદદ કરવામાં આવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love