“લાયસન્સ રીન્યુઅલમાં કોઇ પ્રશ્ન આવતો હોય તો RTO કચેરીમાં બાંહેધરી ફોર્મ ભરી લાયસન્સ રીન્યુ કરાવી શકાશે” રાજકોટ: વર્ષ 1989 પહેલા ઇશ્યુ કરવામાં આવેલા ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનોનાં લાયસન્સને રીન્યુ કરવાની પ્રક્રિયા રાજયના વાહન વ્યવહાર ખાતાએ સરળ કરી છે અને આ પ્રકારનાં લાયસન્સો રીન્યુ કરવામાં કોઇ પ્રશ્ર્ન આવતા હોય તો સંબંધિત આર.ટી.ઓ. કચેરી ખાતે જઇ બાંહેધરી ફોર્મ ભરી અને જરૂરી સુધારા વધારા કરી લાયસન્સ રીન્યુ કરાવી શકાશે. આ અંગે વાહન વ્યવહાર વિભાગે બહાર પાડેલા ફોર્મ પરિપત્રમાં જણાવેલ છે કે હાલ સારથી 4.0ના ડેટાબેઝમાં તા. 01/07/1989 પહેલા ઇસ્યુ થયેલા ટ્રાન્સપોર્ટ કેટેગરીના કેટલાક લાયસન્સોના નોન-ટ્રાન્સપોર્ટ વાહનનો વર્ગ નથી. પરંતુ નોન-ટ્રાન્સપોર્ટ વેલીડીટી હોવાનું જણાઇ આવેલ અને આ લાયસન્સોમાં ટ્રાન્સપોર્ટ વર્ગ રીન્યુ કરવા માટે સારથી 4.0માં પ્રક્રિયા કરવા માટે કેટલીક ટેકનીકલ મુશ્કેલીઓ હોવાનું આર.ટી.ઓ. કચેરીઓ તથા અરજદારો દ્વારા ધ્યાને મુકવામાં આવેલ. આ લાયસન્સોનો સંબંધીત લાયસન્સીંગ ઓથોરીટી દ્વારા વખતોવખત રીન્યુ કરવામાં આવેલ છે. તે હકીકત ધ્યાને લેતા તેમજ તા.01/07/1989ની કાયદાકીય સ્થિતિ ધ્યાને લેતા અને એન.આઇ.સી. સાથે ચર્ચા વિચારણા કરત વિચારણાને અંતે લાયસન્સમાં રહેલ ટ્રાન્સપોર્ટ વર્ગના વાહન રીન્યુ કરવા માટે અરજદારે આરટીઓ કચેરીની મુલાકાત લઇ પોતાના લાયસન્સમાં નોન ટ્રાન્સપોર્ટ વેલિડીટી ન રાખવા બાબતનું બાંહેધરી પત્રક આપવાનું રહેશે. આરટીઓ કક્ષાએ ફકત આરટીઓ ઓથોરીટી દ્વારા સારથી 4.0માં ડી.એલ.એડીટ મોડયુલની મદદથી નોન ટ્રાન્સપોર્ટ કલાસ ઓફ વ્હીકલ વેલિડીટી નોનો ટ્રાન્સપોર્ટ કલાસ ઓફ વ્હીકલ વેલીડીટી રીમુવ કર્યા બાદ જ અરજદાર રીન્યુઅલની અરજી ફેસલેશ સ્વરૂપે કરી શકશે. ઉપલબ્ધ કરાવવામાં આવેલ સુવિધાનું આરટીઓ/એઆરટીઓએ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. કોઇપણ પ્રકારના દુરઉપયોગ બાબતે સંબંધીત અધિકારી-કર્મચારી વિરૂદ્ધ શિસ્તવિષયક પગલા લેવામાં આવશે.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ