શહેરના કૃષ્ણનગર અને નિકોલમાં જાહેરમાં ધડાધડ ફાયરિંગ કરી ઉપરાછાપરી બે લૂંટની ઘટનાને અંજામ આપી વેપારીઓમાં દહેશત ફેલાવનાર લૂંટારું ગેંગને ક્રાઈમબ્રાન્ચે ઝડપી લીધી હતી. અમદાવાદમાં રહેતા ત્રણ સહિત ગેંગના પાંચ આરોપીને પોલીસે ઝડપી લીધા છે.જ્યારે લૂંટની ઘટનાને અંજામ આપતી વખતે માઉઝર ગનથી ધડાધડ ફાયરિંગ કરનાર મુખ્ય સૂત્રધાર સુધીર ફૌજી સહિત ત્રણ આરોપીઓ હજુ પણ ફરાર છે. પોલીસ તપાસમાં પકડાયેલા પાંચમાંથી બે મિત્રને લાખો રૂપિયાનું દેવું થઈ જતા બન્નેએ પૈસા મેળવવા એમ.પી.ના ઇટાવા અને મહારાષ્ટ્રના મુંબઈથી માણસો બોલાવી લૂંટ કરવા માટે ગેંગ તૈયાર કરી હતી. શહેરમાં સતત બે દિવસ સુધી જાહેરમાં ફાયરિંગ કરી પાન મસાલા અને સોના ચાંદીના વેપારીને નિશાન બનાવી લૂંટ ચલાવનાર ગેંગને ઝડપી લેવા ક્રાઇમબ્રાન્ચના એસીપી ડી પી ચુડાસમાએ 5 પીએસઆઈની આગેવાનીમાં જુદી જુદી ટીમો કાર્યરત કરી હતી. જેમાં પીએસઆઈ એસ.પી. ગોહીલ, એસ.જે.વાઘેલા, વી.એન.ભરવાડ, આર.એ.ઝાલા અને પીએસઆઈ એસ.જે.દેસાઈની ટીમોને તપાસ દરમિયાન કેટલીક હકીકત મળી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરી આરોપીઓ અંગેની વિગતો એકત્ર કરી હતી. Gujarat : અમરેલીમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવા વ્યવસ્થા પરિવર્તન પાર્ટીજિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્વારા ”સરપંચ સંવાદ”પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ જિલ્લાના સરપંચો સાથે સંવાદ કરશેઉપલેટામાં પતંગના વેપારમાં મંદીનો માહોલમાંગરોળ પોલીસ મથકમાં ફરજ બજાવતા બે જવાનોની બદલી થતાં સાદાઈથી વિદાય આપીઅમદાવાદ: થેલેસમિયાના દર્દીઓ માટે નિમા સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કર્યું રકતદાન જેના આધારે મુળ યુપીના અને 7 વર્ષથી નરોડાની પાર્શ્વનાથ ટાઉનશીપ પાછળના નિલમ એપાર્ટમેન્ટમાં રહેતા રાજવીરસિંહ બ્રજપાલ ગૌર (ઉ.વ.35) તથા તેનો ભાઈ સત્યેન્દ્રસિંહ ઉર્ફે લલ્લા (ઉ.વ.25) રહે. શીરોમણી સોસાયટી, નરોડામાં કે.ડી. કેટરર્સ ગોડાઉનમાં રહેતા સુકેન્દ્રસિંહ અજમેર નરવરીયા (ઉ.વ.38), મુંબઈના ઉલ્લાસનગરના દિપક પરિહાર અને અજય મરાઠાને ઝડપી લીધા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 3,23,070ની રોકડ, દાગીના, ઓટોરિક્ષા અને બાઈક કબ્જે લીધી હતી. લૂંટના ગુના આચર્યા બાદ રાજવીરે બુધ્ધેસિંહ પરિહાર, સુધીર ફૌજી અને લખન ચમારને પોતાની ઓટોરિક્ષામાં નારોલ ખાતે તેમના વતન જવા માટે અને દિપક પરિહાર અને અજય મરાઠાને મુંબઈ જવા રવાના કર્યા હતાં. પોલીસ તપાસ દરમિયાન રિક્ષાની ઓળખ ન થાય તે માટે આરોપીએ રિક્ષાના હુડ, સીટકવર અને બમ્પર પણ બદલાવી નાખ્યા હતા. આ ગુનામાં સંડોવાયેલા બુધ્ધેસિંહ, સુધીર ફૌજી અને લખન ચમારને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.સુધીર ફૌજી ઉપર ઇટાવામાં હત્યાનો ગુનો પણ નોંધાયેલો છે.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ