Nari Aawaj

News Website

વિરમગામ ફકીર સમાજ નો ઉગતો સીતારો મો.મહેફુઝ દિવાન નાની ઉંમરમાં મોટો પ્રકાશ: શિક્ષણમાં સારો વિદ્યાર્થી અને ક્રિકેટમાં મોટો ખેલાડી!! થવાની કરે છે તૈયારી… વિરમગામ:

Views: 108
0 0
Spread the love

Read Time:7 Minute, 53 Second

વિરમગામ ફકીર સમાજ નો ઉગતો સીતારો મો.મહેફુઝ દિવાન નાની ઉંમરમાં મોટો પ્રકાશ: શિક્ષણમાં સારો વિદ્યાર્થી અને ક્રિકેટમાં મોટો ખેલાડી!! થવાની કરે છે તૈયારી…

વિરમગામ:
(રિપોર્ટ ફારૂક મદાર દ્વારા)

શાળાએ સંસ્કાર નું મંદિર છે જે મંદિર ના ભગવાન સ્વરૂપ એવા શિક્ષકો જેમ સારા શિક્ષક તરીકે પોતાના વિદ્યાર્થીઓ સ્કૂલમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથોસાથ આવનાર દિવસો માટે નું સંસ્કાર નું સૂચન આપે છે તેના માટે દરેક બાળક પોતાનું દરેક ક્ષેત્રે તેનો વિદ્યાર્થી શાળાનું અને શિક્ષક નું ગૌરવ વધારે તેવા નિસ્વાર્થ શિક્ષકોએ પણ એક એવા વિદ્યાર્થીને ટ્રેન કર્યો છે જે ફકીર સમાજ માટે અને વિરમગામ ની શાળા સ્કૂલ માટે ગૌરવ સમાન મો. મહેફુઝ દિવાન રહ્યો છે જ્યારે
લાગણી અને પ્રેમ બાળક પ્રત્યે દરેકને હોય છે અને ખાસ કરી માતા-પિતાને પોતાના પુત્રને સારું શિક્ષણ સારા સંસ્કાર અને સારા વિચારો સાથે અન્ય સમાજની હરોળમાં એક આગવી ઓળખ ઊભી કરે તેવી આશાઓ હોય છે તે આશાઓ ઘણા પુત્ર-પુત્રીઓ માતા-પિતાની પણ કરતા હોય છે તેવા જ કાંઈક વિરમગામના ફકીર સમાજના નાની ઉંમરના બાળરાજા એવા મો.મહેફુઝ દિવાન જો નાની ઉંમરમાં જ ભારતીય ક્રિકેટ નો સીતારો બનવાની તૈયારીઓ આપી રહ્યો છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે અમદાવાદ જિલ્લાના વિસ્તારમાં જ્યાં આશરે ૨૫૦ જેટલા ફકીર સમાજના મકાનો છે તે વિસ્તારમાં દીવાન સમાજના મકબુલ શા નુ પણ એક મકાન છે જેમાં તેઓ ના સપના નું મંદિર ની મુરત તેઓ ઘડી રહ્યા છે તે મુર તેમની મુરત કલેજા ના કટકા એવા તેમના વ્હાલસોયા મો. મહેફુઝ દિવાન જેવો માત્ર 11 વર્ષની ઉંમરમાં શિક્ષણ ક્ષેત્રે હિંદી ગુજરાતી અંગ્રેજી ગણિત વિષયમાં વિરમગામની ખાનગી શાળામાં ભારતીય સંસ્કૃતિ રમત ગમત વગેરે માં નાસીપાસ થયા વગર તેઓ પ્રથમ નંબરે આવાની ખેવના સાથે દર વર્ષે ધોરણ ૧ થી ૬ સુધી માં તેઓએ એક થી પાંચ સુધીમાં નંબર પ્રાપ્ત કર્યો છે અને નંબર વન દરેક ક્ષેત્રે આવે તેવી તેમની આશાઓ અને મહેનત કાયમ રહી છે એ ફકીર સમાજમાં એક તેજસ્વી તારલા વિદ્યાર્થી નો આછો પરિચય આપી રહ્યો છે મોટો પ્રકાશ જેમકે આજની કારમી મોંઘવારીમાં પણ મકબુલ શાહ દિવાન પોતાના પુત્રને દરેક ક્ષેત્રે સફળતા કારક પ્રગતિ આપે તેવા પ્રયાસો સતત કરી રહ્યા છે શિક્ષણ ક્ષેત્રે તેઓ સારામાં સારી નામાંકિત ખાનગી વડોદરાની શાળા સ્કૂલ કોલેજમાં પોતાના પુત્ર ને એડમિશન અપાવવા માટે તત્પર રહે છે અને તેઓ મો.મહેફુઝ શા દિવાન ને ફકીર સમાજ માં ચમકતો સિતારો અને સારો ભારતીય ક્રિકેટર બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે જેમા મકબુલ શાહ દિવાન પોતાના ઘર પાસે પોતાના પુત્ર ને રોજેરોજ પ્રેક્ટીશ ચાર કલાક ક્રિકેટ ની કરાવી રહ્યા છે સાથોસાથ સારા ક્રિકેટરો પાસેથી ટ્રેનિંગ પણ અપાવે છે તેમના ઘર પાસે ક્રિકેટ માટેની પ્રેક્ટિસ કરવાનું સ્પીચ અને મંથલી ક્રિકેટ ના બોલ અને ક્રિકેટના મટીરિયલમાં સારો એવો ખર્ચ કરી તેમના પુત્રને ભારતીય ક્રિકેટનો સિતારો બનાવવાની તડામાર તૈયારી શરૂ કરી છે તેના માટે તેઓએ વડોદરા ખાતે ક્રિકેટની પ્રાથમિક શાળા સ્કુલોમાં એડમીશન માટે તડામાર તૈયારીઓ કરી છે અને આવનારા દિવસોમાં દરેક ક્ષેત્રે તેમનો દીકરો મો.મહેફુઝ દિવાન ફકીર મુસ્લિમ સમાજનું ગૌરવ સાથોસાથ ભારતીય દેશનું ગૌરવ બને તેવી મહેનત તો નાની ઉંમરમાં જ શરૂ કરી દીધી છે રોજ 4 કલાક તેમને ક્રિકેટની ટ્રેનિંગ ઘર પાસેના ગ્રાઉન્ડમાં આપવામાં આવે છે ત્યારે મકબુલ શાહ ઘરે ગૃહ ઉદ્યોગ ચલાવી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે એવા આ ફકીર સમાજ ના મકબુલ શાહ દિવાન વિરમગામ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશભરમાં અન્ય વાલીઓને એક પ્રેરણારૂપ બની રહ્યા છે જેમકે તેઓના પૂત્ર અને તે એક સારો ક્રિકેટર બનાવવા માટે અને સારો વિદ્યાર્થી બનાવવા માટે કઠિન મહેનત તો કરી રહ્યા છે તેમાં તે ભારતીય ક્રિકેટ ગુજરાત માં આવતી વખતે ગુજરાતમાં અમદાવાદ ખાતે જે તે સમયે આવેલા તેવા ક્રિકેટર મુનાફ પટેલ સાથે તેમના પુત્રની મુલાકાત કરાવી અને તેમની પાસેથી પણ ક્રિકેટર થવા અંગેની ઝીણવટ ભરી માહિતીઓ મેળવી રહેલા બાળ રાજા મો.મહેફુઝ શા દિવાન ને શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસુ ફરજિયાત ચાર કલાક ક્રિકેટની પ્રેક્ટિસ કરવામાં આવે છે જેમાં સાંજે 5 થી 7 ત્યારબાદ ફરી બે કલાક 9 થી 11 તેમ પ્રેક્ટિસ આપી પુત્ર અને મજબૂત બનાવવામાં મકબુલ શાહ દિવાન અન્ય માટે પ્રેરણારૂપ બન્યાં છે અને હાલ વિરમગામના મકબુલ શાહ દિવાન અને તેમના પુત્ર મો.મહેફુઝ દિવાન સારા મિત્ર છે તે પિતા-પુત્રની એક દોસ્ત તરીકે દરેક ક્ષેત્રે શિક્ષણ દિન દુન્યવી અને સાંસ્કૃતિક ભારતીય અને દેશ વિદેશ ની ચર્ચા વિચારણાં શેર કરે છે તે વાતને કોઈ શંકાને સ્થાન નથી અને પોતાના પુત્ર ને દરેક ભારતીય ક્રિકેટ અંગેનું પણ વિશેષ નોલેજ અપાવવામાં પણ પાછી પાની કર્યા વગર પોતાની યથાશક્તિ પ્રમાણે નીડરતાપૂર્વક પોતાના પુત્રને પોતે પ્રતિષ્ઠા પ્રમાણિકતા થી મજબૂત કરી રહ્યા છે આ ફકીર સમાજના દિવાન મો.મહેફુઝશા ને શિક્ષકો અને તેના પિતા મકબુલશા નુ ફરજ ના ભાગ મહત્વનું યોગદાન રહ્યું છે ત્યારે પ્રોત્સાહિત કરવામાં તે ફકીર સમાજના ગૌરવ ને ફકીર ન્યૂઝ બુલેટિન સલામ સાથે શુભેચ્છા પાઠવી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love