Nari Aawaj

News Website

*તારાપુર ખાતે અમન સ્કૂલમાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો*

Views: 162
0 0
Spread the love

Read Time:3 Minute, 27 Second

તારાપુર ખાતે અમન સ્કૂલમાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

રિપોર્ટ રફીક દિવાન
તારાપુર ખાતે ગત તારીખ
2/3/2020 ના રોજ તારાપુર અમન સ્કુલ માં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ..ચાલુ સત્ર ના રમોત્સવ માં પ્રથમ દ્રીતીય અને તૃર્તીય બાળકો ને ઇનામ વિતરણ તથા અમન સ્કુલ માં નવા વર્ગખંડ તથા ન્યુ લેઙીઝ & જેન્ટસ વૉશરુમ બનાવેલ દાતાઓ નો સન્માન સમારંભ રાખવામા અવેલ હતો..*

આ પ્રસંગે ખાસ મહેમાનો મા દાતા આરીફ ભાઇ વલાસણ વારા..રશ્મિન ભાઇ અમદાવાદ વારા..ઇકબાલ ભાઇ મોગર પાયલ ઓવરસીઝ વારા..મુખ્તયાર ( મુકા ભાઇ ) અમન સ્કુલ ના પ્રમુખ મુનાફ દવાવાળા..*
ઉપ પ્રમુખ યાસીન ભાઇ વકીલ..હનીફ ગુલશન..અ.સમદ પાવાળા..હા સલીમ.. સરજીલ ભાઇ મોભાવાળા..આરીફ હાજી નેપાળા..આસીફ વકીલ..રફીક દીવાન પત્રકાર.. હા.યુનુસ પટેલ તથા ગ્રામજનો વિદ્માર્થીઓ..તથા તમામ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા..*

સમગ્ર પ્રોગ્રામ નુ સંચાલન શાળા ના આચાર્ય સમીર સર તથા તેમના સ્ટાફે કર્યુ હતુ..*
ધોરણ 10 ના વિદ્યાર્થીઓ એ 10 વરસ ના શાળા મા વીતેલા પોતાના અનુભવ ખુબ સરસ રીતે રજુ કર્યા હતા..બાળકો એ નાત-નઝમ અને દેશભક્તી ગીતો રજુ કરીને પોગ્રામ ને સુપર-ડુપર બનાવી દીધો હતો..પધારેલ મહેમાનો તથા ગ્રામજનો ખુશ થઇ ગયા હતા..*

મુનાફ દવાવાળા તથા યાસીન ભાઇ વકીલે સ્કુલ ને અનુલક્ષી ને સરસ વકતવ્ય રજુ કર્યુ હતુ અને વાલીઓ તથા વિદ્યાર્થીઓ ને સરસ ડીસીપ્લીન ની સ્પીચ આપી હતી..*
138 વિદ્યાર્થીઓ થી 2007 મા શરુ કરેલ સ્કુલ આજે 2020 માં 458 વિદ્યાર્થીઓ સાથે પ્રગતી કરેલ છે જેને ઉપસ્થિત મેદનીએ તાળીઓ ના ગડગડાટ થી વધાવી લીધી હતી..

પધારેલ મહેમાનોનુ પુષ્પગુચછ થી સ્વાગત તથા દાતાઓ નુ સન્માન સ્કુલ ના ટ્રસ્ટીઓએ કર્યુ હતુ..*
સ્કુલ મા ટીચર તરીકે માનદ સેવા આપતા રોશન બેન યાસીન વકીલે સ્કુલ ના ટીચર સ્ટાફ તથા ધો.10 ના વિદ્યાર્થીઓ ને ગીફટો આપી હતી.*

તથા સકુલ તરફથી રમોત્સવ મા જીતેલા તમામ બાળકો ને ઇનામ આપવામા આવ્યા હતા..તથા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ એ શિક્ષકો ને અમુલ્ય ભેટ તથા સ્કુલ ને માઇક સેટ તથા મેજર બોર્ડ આપ્યુ હતુ…*

અંત મા આભાર વિધિ હનીફ ગુલશને કરી હતી..અને આવેલ મહેમાનો અને ગ્રામજનો તથા વાલીઓનો પ્રસંગ મા ઉપસ્થિત રહેવા તથા સફળ બનાવવા બદલ આભાર વ્યકત કર્યો હતો..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love