ભાવનગર શહેર ના મુસ્લિમ બીરાદરો દ્વારા કલેક્ટર ને રજુઆત ભારત સહીત વિશ્ર્વભર ના દરેક ધર્મ ના લોકો માટે આસ્થા નુ કેન્દ્ર અજમેર શરીફની દરગાહ અને હજરત ખ્વાજા મોયનુદીન ચિશતી (ર.ત.અ.) ની શાન મા ગુસ્તાખી કરનાર શખ્શ વિરુદ્ધ કડક કાર્યવાહી ની માંગ મુસ્લિમ એક્તા મંચ દ્વારા કરાય છે વિશ્ર્વ પ્રસિધ્ધ સુફી સંત હજરત ખ્વાજા મોયનુદીન ચિશતી( ર ત અ ) વિરુધ્ધ અપમાનજનક અને અભદ્ર ટીપણી કરનાર સાધુ જેવા લાગતા શૈતાન શખ્શ એ જેર ઓકી ગુસ્તાખી કરી સમગ્ર દેશની એકતા અને ભાઈચારા મા પલીતો ચાપવાનો પ્રયાસ કરતા તેના ભારતભરમાં ધેરા પ્રત્યાઘાતો પડયા છે જેથી મુસ્લિમ એક્તા મંચ ગુજરાત ના અધયક્ષ ઈમ્તીયાઝ પઠાણ ની આગેવાની મા સમગ્ર ગુજરાત મા મુસ્લિમ બીરાદરો દ્વારા વિરોધ કરવામા આવી રહયો છે આજરોજ મુસ્લિમ એક્તા મંચ ભાવનગરના હોદેદારો સાજીદભાઈ તેલિયા, સલીમ કુરેશી,આકીબ બાવાણી, સાદીકભાઈ મનપસંદ, સલીમ હબીબાણી, મજીદ મકવાણા, આસીફ અજમેરી, આસીફ મીયાવા , એજાજ શેખ સહીતના આગેવાનો એ ભાવનગર જીલ્લા કલેક્ટર શ્રી ને આવેદન પત્ર પાઠવી જેર ઓકનાર શખ્શ વિરુદ્ધ એફ.આઈ.આર દાખલ કરી કડક કાર્યવાહી ની માંગ કરાય હતી.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ