પારડી ગામ પંચાયત દ્વારા વિશ્વ મહિલા દિવસ ઉત્સાહભેર ઉજવાયો મહિલા સરપંચે ગુલાબના ફૂલ આપી મહિલાઓ કર્યું સન્માન….
૮ માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે જેમાં પારડી ગામ પંચાયત દ્વારા નારી તું નારાયણી નો કાર્યક્રમ ગામ પંચાયત દ્વારા મહિલાઓને વિશ્વ મહિલા દિન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને જાગૃત કરવાની સાથે આરોગ્ય તપાસણી કાર્યક્રમ મહિલા સરપંચ મીનાબા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા 7 માર્ચના રોજ શનિવારે સવારે 11:00 ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો જેમાં સમગ્ર પારડી ગામ ની મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નાના એવા પારડી ગામે અનોખો વિશ્વ મહિલા દિવસ ઉજવવામાં આવ્યો હતો જેમાં સરપંચ શ્રી મીનાબા રાજેન્દ્રસિંહ જાડેજા પારડી ગામ પંચાયત અને રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય સોનલબેન સવજીભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહેલ આ કાર્યક્રમમાં વિશ્વ મહિલા દિન અંતર્ગત મહિલાઓને સરકારી યોજનાઓ નું અને કાનૂની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને નારી શક્તિનો વિશેષ પરિચય આપવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર ગામ પંચાયતની ટીમ અને મહિલા સરપંચ મીનાબા જાડેજા સારી એવી જહેમત ઉઠાવી હતી



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ