આલે લે જામનગર મહાનગર પાલિકાના પાપે વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
જામનગરના ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ રાહદારીઓ વાહનચાલકો તોબા તોબા પોકારી ગયા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી તેમ જામનગર શહેરના મુખ્ય માર્ગો પર તબેલા ની માફક રખડતા ઢોરો નો તબેલો જોવા મળી રહ્યો છે જેથી અકસ્માતનું સતત ભય રહ્યો હોય તેવું લોકો મહેસૂસ કરી રહ્યા છે છતા તંત્રવાહકો પ્રજાની સમસ્યા ને હળવી કરવામાં નિષ્ફળ નિવડયુ હોય તેમ મહાનગરપાલિકામાં એર કન્ડિશન ઓફિસોમાં બેસીને પ્રજાની પીડા ના દેખાતી હોય તે રીતે તંત્ર દ્વારા કશું પ્રજાલક્ષી કામ થતું હોય તેમ હાલ ચિતાર જોવા મળ્યો છે જામનગર શહેરના ભરચક વિસ્તાર એવા દરબારગઢ ચાંદી બજાર જ્યાં દિવસ રાહદારી અને વાહન ચાલકોની સતત અવર જવર હોય તેવા વિસ્તારમાં જ સમસ્યાઓથી લોકો તોબા તોબા કર્યા છે ત્યારે સ્વચ્છ ભારત અભિયાન ની વાતો કરનાર આંખ આડા કાન કરીને બેઠા હોય તેમ હાલ જામનગરની સમસ્યાનો ચિતાર રહ્યો છે અત્રે નોંધનીય છે કે છાશવારે ખુટીયા યુદ્ધ ના કારણે લોકો ઇજાગ્રસ્ત બન્યા છે તો અમુક શહેર-જિલ્લામાં આવા ખુટીયા યુદ્ધના કારણે મૃત્યુ પામેલા છે તે ભૂલવું ના જોઈએ જામનગર શહેરમાં વિદ્યાર્થીઓ વૃધ્ધો આવા માર્ગ પર નીકળતા સતત ભયના ઓથાર હેઠળ ડરી રહ્યા છે મહાનગર પાલિકા તંત્ર મોટા કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યું છે. કે પછી વિકાસ માત્ર કાગળો પર!? રિપોર્ટ હસનશા દરવેશ જામનગર



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ