Nari Aawaj

News Website

આધાર કાર્ડ અને મા કાર્ડ માટે અરજદારોને પડી રહી હાલાકી: યુવા એડવોકેટ મુસ્તાક સોઢા અને યાસીન ઘાવડા કરી રજૂઆત.

Views: 96
0 0
Spread the love

Read Time:2 Minute, 15 Second

આધાર કાર્ડ અને મા કાર્ડ માટે અરજદારોને પડી રહી હાલાકી: યુવા એડવોકેટ મુસ્તાક સોઢા અને યાસીન ઘાવડા કરી રજૂઆત.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોટા ભાગે ખંભાળિયામાં જિલ્લાકક્ષાની કચેરીઓ આવેલી છે ત્યારે ખંભાળિયા તાલુકા ની હદમાં 85 જેટલા ગ્રામ્ય વિસ્તારો આવેલા છે જે ગામની વિસ્તારના લોકોને આધારકાર્ડ અને મા કાર્ડ માટે ભારે હાલાકી પડી રહી છે જે અંગે યુવા એડવોકેટ મુસ્તાક સોઢા અને યાસીન ઘાવડા એ કલેકટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે આધાર કાર્ડ અને મા કાર્ડ કઢાવવા માટે અરજદારોને હાલાકી ન પડે તે માટે વધારાના સેન્ટર ખોલી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં વસવાટ કરતા લોકોને હાલાકી હળવી કરવા લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં તેઓએ જણાવેલ વિગત એવી છે કે ખંભાળિયા તાલુકામાં આધારકાર્ડ ના ત્રણ જેટલા સેન્ટર આવેલા છે.અને મા કાર્ડ નું ફક્ત એક જ સેન્ટર આવેલ છે. જેથી ગ્રામ્ય વિસ્તારના અરજદારોને ભારે હાલાકી પડી રહી છે.ખંભાળિયા તાલુકાનું સલાયા ગામ નગરપાલિકા વિસ્તાર આવેલું હોય અને વધુ વસ્તી ધરાવે છે. છતાં ત્યાં આધારકાર્ડ અને મા કાર્ડ કઢાવવા માટે નું હાલ માં કોઈ સેન્ટર નથી. તેથી સલાયા ગામે તત્કાલ આધારકાર્ડ અને મા કાર્ડ સેન્ટર ફાળવવામાં આવે તેવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી યોગ્ય કરવાની માંગણી કરી છે.જેથી અરજદારોની વિકાસ લક્ષી સરકારમાં ખરા અર્થમાં વિકાસ લક્ષી કાર્ય અરજદારોની સમસ્યાના અંતથી કરવામાં આવે. તેવી રજુઆત કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love