જસદણ તાલુકા કાનૂની સમિતિ ના સેક્રેટરી શ્રી રાયજાદા એક યાદી માં જણાવે છે કે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી ગુજરાત હાઇકોર્ટે ના આદેશ મુજબ તેમજ રાજકોટ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના ચેરમેન શ્રી ઉત્કર્ષ દેસાઈ સાહેબ ના માર્ગદર્શન હેઠળ”આઝાદી કા અમ્રત મહોત્સવ” ના આયોજનના ભાગ રૂપે તા – ૦૨/૧૦/૨૦૨૧ થી તા.૧૪/૧૧/૨૦૨૧ સુધી જસદણ તાલુકાના ગામોમાં કાનૂની શિક્ષણ શિબિર ના આયોજન કરવામાં આવશે. સરકાર શ્રી ની વિવિધ લાભકારી યોજનાઓ ની માહિતી આપવામાં આવશે. આ ઉત્સવ ના આયોજન માટે જસદણ તાલુકા કાનૂની સમિતિ ના ચેરમેન શ્રી પી.એન.નવીન નાઓ એ સિવિલ જજ શ્રી એસ.એસ.જાની ની અધ્યક્ષતા માં ૨૫ સભ્યો ની કમીટી બનાવી છે જેમાં સીનીયર વકીલ શ્રી ઓ, કાયદાવિદ્, લો સ્ટુડન્ટસ અને સામાજિક કાર્યકરો નો સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ લાભાર્થીઓને આ કાર્યક્રમનો લાભ લેવા વિનંતી છે.
admin
Average Rating
5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%
You May Like
- 4 years ago
કારોબારી સમિતિના ચેરમેન-સભ્યોની પણ વરણી કરાઇ