Nari Aawaj

News Website

અમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના

Views: 114
0 0
Spread the love

Read Time:2 Minute, 4 Second

અમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જીઆઇડીસી ફેઝ ૪માં આવેલી જયશ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આગ લાગવા ની ઘટના બની છે, ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ૧૦ થી વધુ ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા,

સોલવન્ટ અને ઈથાઈલ કેમિકલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, ફેક્ટરીની આજુબાજુમાં આવેલી ત્રણથી ચાર ફેક્ટરી તેમજ વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા છે,

હાલ આ આગ ની ઘટનામાં બે લોકોને ઈજા થતાં સારવાર અર્થે મણિનગરની એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, ફેક્ટરીમાં કેમિકલ હોવાના કારણે આગ વધુ ફેલાઈ રહી છે, જેના કારણે ફાયર બ્રિગેડને આગ ઉપર કાબુ મેળવવામાં વધારે જહેમત કરવી પડી રહી છે,

ફાયર બ્રિગેડની અત્યારે કુલ ૧૯ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે છે અને આગને ચારે તરફથી કાબુમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, આગના ધુમાડા જીઆઇડીસી રોડ ઉપર દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે,

આ આગની ઘટના બ્રિગેડ કોલ જાહેર થવાની શક્યતાઓ ખરી

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વટવા કેમિકલ કંપનીમાં આગ ની ઘટનામાં બે ઇજાગ્રસ્ત વ્યક્તિની મહિતી

નીતિનભાઈ ઉ.વર્ષ ૫૫ જે શરીરે ૭૦% દાઝ્યા છે,

રાજેશભાઈ ઉ.વર્ષ ૪૦ જે શરીરે ૧૯ % દાઝ્યા છે,

આગ ની ઘટનામાં બંને ઘાયલ વ્યક્તિઓ ને મણીનગર ની એલ. જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે.

Report by :- Keyur Thakkar Ahmedabad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love