Nari Aawaj

News Website

વિછીયાના ભડલી ગામે શ્રી ભાણ બાપુ ખાચરની પ્રતિમાનું અનાવરણ.

Views: 118
0 0
Spread the love

Read Time:2 Minute, 9 Second

વિછીયાના ભડલી ગામે શ્રી ભાણ બાપુ ખાચરની પ્રતિમાનું અનાવરણ.

  • સૌરાષ્ટ્રભરમાંથી કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ પણ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી.
  • સંતો-મહંતો અને જસદણના રાજવીના વરદ હસ્તે શ્રી ભાણ બાપુની મૂર્તિનું અનાવરણ સંપન્ન થયું હતું.

જસદણ.

વિછીયા તાલુકાના ભડલી ગામે સમસ્ત મોકાણી ખાચર પરિવાર તથા ભાણેજ પરિવાર દ્વારા શ્રી ભાણ બાપુ ખાચરની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું. સંવંત 2081 ના વૈશાખ સુદ 15, પૂનમના શુભ દિવસે એટલે કે તારીખ 12 મે, 2025 ના સોમવારના રોજ યોજાયેલા આ પ્રસંગે પરમ પૂજ્ય કિશોરદાસ બાપુ તેમજ અન્ય સંતો-મહંતો અને જસદણના રાજવી સત્યજીત કુમાર ખાચરના વરદ હસ્તે શ્રી ભાણ બાપુની મૂર્તિનું અનાવરણ સંપન્ન થયું હતું.

આ પાવન પ્રસંગે ભડલી ગામના સમસ્ત ગ્રામજનો ઉપરાંત મોકાણી ખાચર પરિવાર અને ભાણેજ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ પણ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી.

આ તકે અમરૂભાઈ ખાચર, ભરતભાઈ જેબલિયા (પૂર્વ નગરપાલિકા સદસ્ય, જસદણ), જયદીપભાઇ ખાચર તેમજ જસદણના જાણીતા ધારાશાસ્ત્રી જગદીશભાઈ આચાર્ય અને લોક સાહિત્યકાર રાજભા ગઢવી જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી. આ કાર્યક્રમ ભક્તિભાવ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો અને ઉપસ્થિત સૌને પ્રેરણા અને ગૌરવની લાગણીથી તરબોળ કરી દીધા હતા.

તસવીર: કિશન પ્રજાપતી જસદણ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love