દ
પ્લેન ક્રેશ :– સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ થી લંડન જતી ફ્લાઇટ ક્રેશ.
IGB ગ્રાઉન્ડ ખાતે ભીષણ દુર્ઘટના, રાહત કામગીરી ચાલુ અમદાવાદ,
૧૨ જૂન ૨૦૨૫ અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે, અમદાવાદ થી લંડન જવા ઉપડેલી એક ફ્લાઇટ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક I.G.B ગ્રાઉન્ડ ખાતે ક્રેશ થયું છે,
સૂત્રો દ્વારા મળતી પ્રાથમિક માહિતી અનુસાર આ ફ્લાઇટમાં ૨૩૮ જેટલા મુસાફરો સવાર હતા, જોકે અન્ય એક માહિતી મુજબ ૧૩૬ યાત્રિકો હોવાનું જણાવા મળી રહ્યું છે,
ઘટનાસ્થળેથી ભીષણ આગ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે,આ દુર્ઘટનાની જાણ થતાં જ અમદાવાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ, મેડિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને મોટા પાયે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે,
અમદાવાદ એરપોર્ટ સત્તાવાળાઓ અને સંબંધિત વિભાગો દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે અને હજુ સુધી જાનહાનિ કે ઇજા અંગેની કોઈ સત્તાવાર માહિતી કે આંકડા જાહેર કરવામાં આવી નથી,
વિમાન કયા કારણોસર ક્રેશ થયું તે અંગેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે, આ ઘટનાને પગલે અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે અને આસપાસના વિસ્તારોમાં અવર જવર ઉપર નિયંત્રણ મુકવામાં આવ્યું છે,
ઘટના અનુસંધાને વધુ વિગત અને સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ