નોડલ ઓફિસરે ફેકટરીના માલિક અને શ્રમિકો વચ્ચેના પ્રશ્નનું સુખદ સામાધન કરાવીને શ્રમિકોને પરત ફેક્ટરીમાં મોકલ્યા ટંકારા : ટંકારાની એક ફેક્ટરીમાં 43 શ્રમિકોને કંપનીએ ધમકી આપી કાઢી મુક્યાની રાવ સાથે ગઈકાલે વતન જવા માટે ચાલીને મોરબીના ઉમિયા સર્કલે પહોંચ્યા હતા. આ ગંભીર મામલો ધ્યાને આવતા ટંકારાના નોડલ ઓફિસર કુનેહપૂર્વક કામ લીધું હતું અને ફેક્ટરીના માલિક અને શ્રમિકો સાથેના પ્રશ્નનું સુખદ સામાધાન કરાવીને 43 શ્રમિકોને ટંકારાની ફેક્ટરીએ પરત મોકલ્યા હતા. ટંકારાના લજાઈ પાસે ભીમનાથ મહાદેવ રોડ ઉપર આવેલ સદગુરુ પોલીપેક કારખાનામાં કામ કરતા બહાર રાજ્યોના 43 જેટલા શ્રમિકો ગઈકાલે તેમની કંપનીના માલિકે ધમકાવીને કાઢી મુક્યાની રાવ સાથે પોતાના વતન જવા માટે મોરબીથી ટ્રેન ચાલુ થઈ હોવાનું માનીને ટંકારાની ફેક્ટરીમાંથી ચાલીને મોરબી તરફ આવવા નીકળ્યા હતા અને આ શ્રમિકો ચાલતા ચાલતા મોરબીના ઉમિયા સર્કલ પાસે પહોંચી ગયા હતા. આ ગંભીર બાબત ધ્યાને આવતા તુરત જ ટંકારાના નોડલ ઓફિસર ડૉ. ડી. એ. ભોરણીયાએ મામલો સાંભળી લીધો હતો. આ લોકો મોરબીથી ટ્રેન ચાલુ થઈ હોવાથી યુપી જવા માટે ચાલતા ચાલતા મોરબીના રલેવે સ્ટેશને આવવા નીકળ્યા હતા. આથી, નોડલ ઓફિસરે તાત્કાલિક કુનેહપૂર્વક કામ લઈને ફેકટરીના માલિક અને શ્રમિકો વચ્ચેના પ્રશ્નનું સુખદ સામાધાન કરાવ્યું હતું. જોકે શ્રમિકોના કહેવા પ્રમાણે ફેક્ટરીમાંથી તેઓને મારીને તેમને કાઢી મુક્યા છે અને હવે પરત ફેક્ટરીમાં જવા માંગતા નથી. તેમજ એક માસનો પગાર પણ આપતા નથી. આથી નોડલ ઓફિસરની દરમિયાનગિરીથી ફેકટરીના માલિક અને શ્રમિકો વચ્ચે સમાધાન કરાવી તેમજ સમજાવીને શ્રમિકોને પરત ફેક્ટરીએ મોકલ્યા હતા.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ