Nari Aawaj

News Website

*વાંકાનેર સરકારી હોસ્પિટલમાં સો બેડની સુવિધા છતાં ડોક્ટર માત્ર ૩*

Views: 118
0 0
Spread the love

Read Time:3 Minute, 0 Second

વાંકાનેર: વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં થી મેડિકલ સારવાર માટે રોજ ૬૦૦થી ૭૦૦ની મેડિકલ તપાસણી કર્યા બાદ દવા અને સારવાર કરવામાં આવે છે તે જ સરકારી હોસ્પિટલમાં ખાટલે મોટી ખોટ હોય તેમ દર્દી અને ડોક્ટર વચ્ચે ઘર્ષણ જેવી ઘટનાઓ બને તેવો ઘાટ સતત રહ્યો છે એક તરફ સરકાર દ્વારા વિકાસ લક્ષી અને મેડિકલ સારવાર અર્થે સતત ચિંતક હોય એમ છતાં મોટાભાગે સરકારી હોસ્પિટલોમાં અપૂરતા સ્ટાફની સતત સમસ્યાનો ભોગ સામાન્ય પ્રજાજનો બને છે અને અપૂરતા સ્ટાફને કારણે મહત્ત્વના ડોક્ટરોની ખાલી જગ્યા રહી હોય તેમ નર્સિંગ સ્ટાફ 60 ની જગ્યાએ માત્ર ૧૫ રહ્યો છે જ્યારે મહેકમ સરકારી નીતિ નિયમસર ૬૦નો હોય તેની જગ્યાએ માત્ર ૧૫ નો છે તેવી જ રીતે ડોક્ટરો નું મહેકમ 7 છે જેની જગ્યાએ માત્ર ત્રણ જ હોય છે જેમાં એક ડોક્ટર નાઈટ ડ્યુટી માં હોય અને અન્ય બે ડૉ મોટાભાગે મેડીકલ ઓપીડી સંભાળે છે ત્યારે હાલમાં કોરોનાવાયરસ અંતર્ગત સરકારી હોસ્પિટલમાં સતત સાવચેતીના પગલા રૂપે સમગ્ર સ્ટાફ પણ ચિંતામાં મુકાયા હોય અને આ વાંકાનેર ની 100 બેડ ની સરકારી હોસ્પિટલમાં સ્ટાફની સતત ઘટ હોવાથી સમગ્ર વાકાનેર પંથકના લોકોને આરોગ્ય માટે ભારે હાલાકી વેઠવી પડે છે આ અંગે અવારનવાર આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી સુધી મૌખિક લેખિત ફરિયાદો ઉઠવા પામી હોય છતાં પણ આંખ આડા કાન કરતા હોય તેવો ઘાટ હાલ લોકો મહેસૂસ કરી રહ્યા છે અંતરે નોંધનીય છે કે કાગળ ઉપર 100 નું મહેકમ ચાલી રહ્યું છે જે મુજબ ડૉક્ટર અને નર્સ નો સ્ટાફ સતત ઓછો રહ્યો છે જેના પરિણામે હાલ ચાલી રહેલા કોરોનાવાયરસ અંતર્ગત લોકોમાં ગંભીર ચિંતાઓ ભયજનક રહી છે ત્યારે વાંકાનેર પંથકમાં ઝડપી અને સારી સારવાર મળે તે માટે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં સંપૂર્ણ સ્ટાફ ડોક્ટરોનું અને નર્સ વિભાગનું ઝડપી નિમણૂક કરી યોગ્ય મહેકમ મુજબ ભરી ભરી લોકોને મેડીકલ સારવાર મળે તેવું સરકાર શ્રી દ્વારા કરવામાં આવે તેવી લોક માગણી ઉઠવા પામી છે રિપોર્ટ આરીફ દિવાન મોરબી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love