હિંમતનગરના ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હકુમત હેઠળના,સંજર નગર અને પાણપુર પાટિયા જેવા લઘુમતી બહુમત ધરાવતા વિસ્તારોમાં વેપારીઓ અને સ્થાનિકો સાથે છેલ્લા એક મહિનાથી અનેક પ્રકારે કનડગત અને રંજાડ સ્થાનિક પોલીસ કર્મચારીઓ કરી રહ્યા છે તેમજ તારીખ 10/ 5/ 2020 ના રોજ સદર વિસ્તારમાં દૈનિક છૂટક ધંધો કરતા લઘુમતી વેપારીઓ સાથે દમદાટી અને દાદાગીરી કરી પોલીસકર્મીઓએ કાયદાથી ઉપરવટ જઈ વેપારી સાથે મારપીટ કરી વેપારી અને અન્યો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે, જે અનુસંધાને નિર્દોષ યુવકો કે જેઓ આ વિસ્તાર થી ઘણા જ દુર રહે છે અને બનાવથી તદ્દન અજાણ હોવા છતાં પોલીસ ફોર્સે ર્નિર્દોષોને અમાનુષી માર મારી ફરિયાદમાં ખોટા આરોપો સાથે સંડોવી દીધા છે .ઈફતારના સમયે જ રોજા ખોલવાના સમયે પોલીસ કર્મીઓ આ વિસ્તારની મહિલા ,બાળકો, વૃદ્ધો ને બેફામ માર મારી ઘરના બારી બારણા તોડી ઘરમાં ઘૂસી જઇને પકડી લઈને ખોટી ફરિયાદં દાખલ કરી છે .આ વિસ્તારમાં ખાનગી સીસી ટીવી કેમેરા તોડીને સીસીટીવી નું મોનીટર અને કોમ્પ્યુટર પણ આ પોલીસ કર્મચારીઓ ઉઠાવી ગયા છે. છેલ્લા એક માસથી પોલીસની વિવિધ યાતનાઓથી ત્રસ્ત આ વિસ્તારના વેપારીઓએ રહેવાસીઓ ,સામાજિક કાર્યકરોએ સાથે મળી આજરોજ કલેકટરશ્રીને સંબોધીને મામલતદાર તથા જિલ્લા પોલીસ વડા હિંમતનગર ને વિવિધ મુદ્દાસરની રજૂઆતો આવેદનપત્ર દ્વારા પાઠવવામાં આવી છે અને દરેક મુદ્દા બાબતે તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવાની માંગ સાથે રૂરલ પોલીસ સ્ટેશન હિંમતનગર ના ત્રાસમાંથી ઉગારવાની કલેક્ટર પાસે માંગ કરવામાં આવી છે અને જવાબદાર સામે પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી છે . અત્રે એ વિદિત કે આ વિસ્તારમાં પોલીસ કર્મીઓ પર પથ્થર મારો થવાની ફરિયાદ નોધાયેલ છે,પરંતુ નિર્દોષો ને રંજાડવાની અને તેમના પર આરોપ લગાવવાની ઘટના ને વખોડવામા આવી છે. આવેદનપત્ર આપતી વખતે નિશારભાઈ શેખ ચણાવાળા, વહાબ અન્સારી,મીરખાન મકરાણી, જાફર દિવાન, પ્રો.સોયેબ મન્સુરી સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. અહેવાલ : હુસેન દિવાન તસવીર : જાફર દિવાન હિમતનગર
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ