વાંકાનેર : ગ્રીન ઝોન મોરબી જિલ્લામાં લોકડાઉન-3 માં તમાકુ ,પાન ,માવા ઉપર પ્રતિબંધ યથાવત રહ્યો હોવા છતાં અમુક શખ્સો બિન્ધાસ્તપણે આવી પ્રતિબંધિત વસ્તુઓની હેરાફરી કરતા હોય પોલીસે પણ ધોસ યથાવત રાખી છે.જેમાં વાંકાનેર તાલુકા પોલીસે ગતરાત્રે મહિકા ગામ પાસે દેશી તમાકુની હેરાફરી કરનાર ટંકારા પંથકના શખ્સને ઝડપી લીધો હતો અને તેની પાસેથી પાંચ કિલો દેશી તમાકુનો જથ્થો કબ્જે કર્યો હતો. આ બનાવની વાંકાનેર પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના પોલીસ સ્ટાફે ગત મોડીરાત્રીના મહીકા ગામે રોડ ઉપર પેટ્રોલીગ કરી રહ્યો હતો.તે દરમિયાન મહિકા ગામના રોડ પર પસાર થઈ રહેલા ટંકારા તાલુકાના સુરજી (નેસડા) ગામનો મહેન્દ્ર દામજીભાઈ ઉકેડીયા નામનો ૨૫ વર્ષનો યુવાનને અટકાવીને તેની તલાસી લેવામાં આવતા તેના કબજામાંથી દેશી તમાકુ આશરે પાંચેક કિલો મળી આવતા પોલીસે આ પ્રતિબંધિત તમાકુના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને આ શખ્સ સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
વાંકાનેરના મહિકા પ્રતિબંધિત દેશી તમાકુંની હેરાફરી કરનાર શખ્સ ઝડપાયો
Views: 100
Read Time:1 Minute, 36 Second



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ