ધ્રાંગધ્રા સીટી પોલીસ, તાલુકા ડીવાયએસપી સ્કોર્વડ, એસઓજી, એલ.સી.બી, ના સંયુક્ત થી આરોપી ને ઝડપી પાડયા હતા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના સબજેલ માંથી વહેલી સવારે ૪ વાગ્યાની આસપાસ પાંચ આરોપીઓ ફરાર થયા હતા જેમાં 302 મર્ડર ના આરોપી ૪ અને ૧ ઘરફોડ ચોરી નો આરોપી નો સમાવેશ થાય છે પાંચેય આરોપીઓને વહેલી સવારે સબજેલના તાળા તોડીને દીવાલ કૂદીને ફરાર થયા હતા ફરાર આરોપીની જાણ થતાં જિલ્લા પોલીસ વડા અને ધ્રાંગધ્રા સીટી પોલીસ તાલુકા પોલીસ તેમજ જિલ્લા એસ.ઓ.જી, એલ.સી.બી વગેરે પોલીસ કાફલો ઘટનાસ્થળ પર આવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જિલ્લા પોલીસ વડાની સુચના મુજબ ડીવાયએસપી દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ફરાર આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી ફરાર આરોપી ને ગણતરીના કલાકોમાં જિલ્લા પોલીસની ટીમો દ્વારા ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામની સીમ વિસ્તાર માં આરોપીઓ છુપાયેલા હોવાની બાતમી મળતા જ જિલ્લા પોલીસની ટીમોએ વાવડી ગામ ની સીમ માંથી પાંચેય આરોપીઓને દબોચી લીધા હતા આરોપીઓમાં (૧) પ્રકાશ કુશવાહ ઘરફોડ ચોરી નો આરોપી ધ્રાંગધ્રા સબજેલ મા કાચા કામનો કેદી હતો (૨) સંતુ કાંતિભાઈ દેવીપૂજક (૩) ધરમ કાંતિભાઈ દેવીપૂજક (૪) નાનજી કાંતિભાઈ દેવીપૂજક (૫)સવજી કાંતિભાઈ દેવીપૂજક આ ચારેય આરોપી ૩૦૨ મર્ડર ના આરોપી હતા ત્યારે હાલ તો ધ્રાંગધ્રા તાલુકા ના વાવડી ગામ ની સીમ માથી પાચેય આરોપી ને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ:સાહરૂખ સિપાઈ ધાંગધ્રા
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ