“વાંકાનેર નગરપાલિકા દ્વારા રોડ રસ્તા અને શેરી ગલીમાં કચરો ગંદકી સાફ કરવું તેમજ વેપારીઓ સહિત તમામ સરકારી કચેરીમાં માસ્ક તેમજ શેનીટાઈઝર વિતરણ કરાયું” મોરબી જીલ્લાના વાંકાનેર નગરપાલિકા દ્વારા વાંકાનેર નગરપાલિકાની હદમાં આવેલા તમામ વિસ્તારોમાં કોરોનાવાયરસ અંતર્ગત ગત તારીખ 23 3 2020 ના રોજ પ્રજાલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હોય તેમ ચીફ ઓફિસર ગિરીશ સરવૈયા ના માર્ગ દર્શન થી સતત વાંકાનેર શહેર ના તમામ વિસ્તારોમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવેલ છે અને કોરોનાવાયરસ અંતર્ગત શંકાસ્પદ કેસ નોંધાવા જેવી ઘટનાઓ મા ઘટના સ્થળે જઇ પ્રજાલક્ષી કાર્ય કરવામાં ચીફ ઓફિસર નો સિંહ ફાળો રહ્યો છે ત્યારે જાણવા મળતી વિગત મુજબ કોરોનાવાયરસ અંતર્ગત લોક ડાઉન મા લોકો સાથે મેડિકલ સંચાલકો અને દુકાનદારો બમણા પૈસા લઈને છેતરપિંડી કરતા હોય જેવી ઘટનાઓમાં પણ ચીફ ઓફિસરે ચીવટ રાખી જાતે ખરીદી કરી રંગેહાથ મેડિકલના વેપારીને ઝડપી પાડયા હતા તેમજ માસ્ક ના પહેરનાર વ્યક્તિઓ પાસેથી દંડ પણ વસુલ કરેલ છે અને હાલ કોરોનાવાયરસ અંતર્ગત તાજેતરમાં જ પોઝિટિવ કેસ નોંધાતા ત્રણથી ચાર વખત સેને ટાઈઝ કરાવી તે વિસ્તારમાં રહેતા લોકોને તમામને સવારે દૂધ શાકભાજી અને કરિયાણું પહોંચાડવાની કામગીરી જીવના જોખમે વાંકાનેર નગરપાલિકા એ સંભાળી છે અને હાલ જેમને હોમ કોરોનટાઈન કરેલ છે તે સોસાયટીમાં સતત બાજનજર કરી ઘટનાસ્થળે ઓફિસર અને નગરપાલિકાની ટીમ માં પૂર્વ પ્રમુખ જીતુભાઈ સોમાણી તેમજ પ્રમુખ રમેશભાઈ વોરા ચીફ ઓફિસર ગીરીશ ભાઈ સરવૈયા સહિત કર્મચારી હાર્દિકભાઈ તથા હિરેનભાઈ અરુણોદય સોસાયટી માં જીવના જોખમે કોરોના અંતર્ગત સેને ટાઈઝર કરી ખરા પ્રજા ચિંતક તરીકેની ઓળખ પૂરી પાડી છે નગર પાલીકા વાકાનેર ના કર્મચારીઓએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડી ફરજ ના ભાગ રૂપે કાબિલેદાદ કામગીરી કરી હોય તેમજ દરેક વોર્ડમાં જેમ કે ગત તારીખ 23 3 ના રોજ ભરવાડ પરા આંબેડકર નગર કુંભાર પરા સહિતના વિસ્તારોને શેનીટાઇઝ કરવામાં આવ્યા હતા તેમજ ૨૪ ૩ના રોજ રૂગનાથ શેરી વોરા શેરી નાની બજાર વગેરે વિસ્તારોમાં દવાનો છંટકાવ કર્યો હતો આમ ગત તારીખ 23 3 2020 થી વાંકાનેર નગરપાલિકા દ્વારા કોરોનાવાયરસ અંતર્ગત કોઈ રોગનો ભોગ ન બને તેવા પ્રયાસો સતત હાથ ધરેલ છે જેના ભાગરૂપે કોર્ટ કમ્પાઉન્ડ તાલુકા પંચાયત સરકારી હોસ્પિટલ સિટી સરવે કચેરી પોલીસ સ્ટેશન પ્રાંત અધિકારીની કચેરી સહિત માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અને લોક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સાથોસાથ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા દરેક વાંકાનેર શહેરની શેરી ગલીમાં કચરા ગંદકી દૂર કરવા ની કામગીરી શરૂ રાખી છે સાથોસાથ શંકાસ્પદ કેસ હોય કે પછી પોઝિટિવ કેસ નોંધાઈ જ્યારે ઘટના સ્થળે ચીફ ઓફિસર ગિરી સરવૈયા સાથે તેનો સ્ટાફ દોડી જાય છે અને ફરજ ના ભાગે જીવના જોખમે દવાનો છંટકાવ તેમજ કોરો ટાઇઝ વિસ્તારમાં શાકભાજી દૂધ કરિયાણું વગેરે જીવન જરૂરિયાત વસ્તુ ઓ તેને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે ધન્ય છે વાંકાનેર નગરપાલિકા ની કામગીરી સલામ છે ચીફ ઓફિસર ગીરીશભાઈ સરવૈયાને આ સમગ્ર કામગીરી માં વાંકાનેર નગરપાલિકા ના સંપૂર્ણ સ્ટાફ ફરજ ના ભાગે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમ સેનિટેશન ઇન્સ્પેક્ટર દિપક સિંહએ જણાવેલ છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ