Nari Aawaj

News Website

*મોરબી ના બાળરોગ નિષ્ણાંત તબિબ ડો.મનિષ સનારીયા એ ઓસ્ટ્રેલિયા તથા ભારત સરકાર દ્વારા આયોજીત COVID-19 Acute Care Course ની સફળતાપૂર્વક તાલીમ પ્રાપ્ત કરી*

Views: 102
0 0
Spread the love

Read Time:2 Minute, 55 Second

પ્રવર્તમાન સમયે સમગ્ર વિશ્વ કોરોના ના વાઈરસ ના કહેર સામે લડી રહ્યુ છે ત્યારે ઓસ્ટ્રેલિયા નુ વ્યવસાયિક સંગઠન રોયલ ઓસ્ટ્રેલિયન કોલેજ ઓફ જનરલ પ્રેક્ટીશનર્સ દ્વારા વિશ્વ ના વિવિધ ક્ષેત્ર ના નિષ્ણાંત તબિબો માટે તાલીમ નુ આયોજન કરવા મા આવી રહ્યુ છે બીજી બાજુ ભારત સરકાર ના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા Basics of COVID-19 નામનો તાલીમ કાર્યક્રમ શરૂ કરવા મા આવ્યો છે. આ બંને તાલીમ કાર્યક્રમ ના અંતે તબિબો માટે ઓનલાઈન પરિક્ષા નુ આયોજન કરવા મા આવે છે, જે તબિબો દ્વારા સફળતાપૂર્વક પરિક્ષા પાસ કરવા મા આવે તેને સર્ટીફિકેટ એનાયત કરવા મા આવે છે. આ બંને તાલિમ કાર્યક્રમ મા મોરબી માંથી સૌપ્રથમ બાળરોગ ના નિષ્ણાંત તબિબ *સ્પર્શ હોસ્પીટલ વાળા ડો.મનિષ સનારીયા * મા ભાગ લીધેલ હતો. જેમા કોરોના વાઈરસ અંગે ની વિવિધ બાબતો જેવી કે વાઈરસ અંગે ની માન્યતાઓ તથા હકીકતો, વાઈરસ નો ફેલાવો કઈ રીતે થાય છે, વાઈરસ ને ફેલાતો કઈ રીતે અટકાવી શકાય, વાઈરસ અંગે આરોગ્યવિષયક પગલા, વાઈરસ થી બચવા ક્યા ક્યા સાવચેતી ના પગલા લેવા, ગર્ભાવસ્થા દરમિયાન કોરોના થી બચવા કઈ સાવચેતી રાખવી, નવજાત શિશુ ને કઈ રીતે રક્ષણ આપવુ, નાના બાળકો ને કોરોના વાઈરસ થી કઈ રીતે દુર રાખવા,હોમ કોરન્ટાઈન બાબતે આરોગ્ય લક્ષી શિક્ષણ, પી.પી.ઈ., કોરોના ના દર્દી ની સારવાર કઈ રીતે કરવી, કોવિડ-૧૯ સાથે જોડાયેલ સામાજીક અસહમતી, કોરોના દરમિયાન સ્ટ્રેસ મેનેજમેન્ટ સહીત ની વિવિધ બાબતો અંગે તાલીમ આપવા મા આવી હતી. મોરબી ના તબિબે આ બંને તાલીમ પૂર્ણ કરી ઓનલાઈન પરિક્ષા સફળતાપૂર્વક ઉતિર્ણ કરી હતી. જે બદલ રોયલ ઓસ્ટ્રેલિયન કોલેજ ઓફ જનરલ પ્રેક્ટીશનર તથા માનવ સંસાધન વિકાસ મંત્રાલય- ભારત સરકાર દ્વારા સર્ટિફીકેટ એનાયત કરવા મા આવ્યુ હતુ. મોરબી ના તબિબ ડો. મનિષ સનારીયાએ મોરબી માંથી સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય કક્ષા ની તાલીમ મેળવી સમગ્ર મોરબી ને ગૌરવ અપાવ્યુ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love