વાકાનેર: વાંકાનેર ના શક્તિપરા ગામ ખાતે મદ્રેસા એ અનવારે ખ્વાજા દ્વારા પવિત્ર રમઝાન માસ નિમિત્તે સર્વે મુસ્લિમ સમાજને ખાસ જણાવવાનું કે વાંકાનેર હસનપર પાછળના આવેલા શકતીપરા વિસ્તારમાં છેલ્લા દસ વરસથી આ વિસ્તારના નાના બાળકો આ વિસ્તારના દીને ઇસ્લામની તાલીમ વિનામૂલ્યે મેળવી રહ્યા છે. શક્તિપરા ઍ ગરીબ મજુર વિસ્તાર છે જે મદરસો આજુ બાજુના ગામના ફાળા ઉપરજ ચાલે છે, આવા શકતીપરાના મદ્રાસા એ અન્વરે ખ્વાજા દ્વારા અપીલ કરવામાં આવી છે. હાલ કોરોના વાયરસ અંતર્ગત ફંડ ફાળા લેવા સંસ્થાના સભ્યો કમિટીના સભ્યો આવી શકે તેમ ન હોવાથી સર્વે મુસ્લિમ બિરાદરો દર વર્ષની જેમ આ વર્ષે પણ સાથ-સહકાર આપવા નમ્ર અપીલ કરવામાં આવી છે. તો આપના તરફથી જકાત ખેરાત ઇમદાદ ફિત્રરા સદકાની મદદ કરવા નમ્ર અપીલ સંસ્થાના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ લોકડાઉન શરૂ હોય જેથી ચંદો ફંડફાળો કરનાર કમિટીના સભ્યો આપની સમક્ષ ના પહોંચી શકે તો આપ દર વર્ષની જેમ જ આ વર્ષે પણ જરૂરત મંદ બાળકોને દિને ઈસ્લામી તાલીમ મેળવતા બાળકોને દિનની તાલીમ ચાલુ રહે તે માટે મદદ કરી સાવાબે ઝારીયા હશીલ કરશો તેવુ મદ્રાસા એ અન્વરે ખ્વાજાના ટ્રસ્ટીઓએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે. આર્થિક મદદ માટે નીચેની વ્યક્તિઓનો સંપર્ક કરો. ફીરોજભાઈ (રેલ્વેવાળા) મો.9979286787, ઉમરભાઈ જુમાભાઈ 9725878122 આ બન્ને નંબર પર ફોન કરીને ફાળો લખાવી શકો છો, સંસ્થાના કોઇ પણ વ્યક્તિ આપના ઘર, ઓફિસ કે દુકાને આવીને લાઈ જશે અને પહોંચ આપી જશે.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ