વિયો… સમગ્ર દેશમાં અત્યારે કોરોના મહામારી નામ ના વાયરસે હાહાકાર મચાવી દીધો છે.ત્યારે કોરોના ને હરાવવા માટે કોરોના વોરીયન્સ ખડે પગે રહી પોતાની ફરજ પર રાત દિવસ મહેનત કરી રહયાં છે. ત્યારે સાધુ સંતો પણ લોકો ને કોરોના મહામારી જેવા રોગ માંથી બચાવવા ભગવાન ને રીઝવવા માટે અનેક પ્રયાસો કરી રહયાં છે. ત્યારે અમીરગઢ તાલુકાનાં અવાળા ગામ પાસે આવેલી શિવગીરી મહારાજ ની ધૂણી ના સાનિધ્ય માં જુના અખાડા નાં મહંત શ્રી જગદીશપુરીજી મહારાજ એ દેશ ના હીત માટે તેમજ કોરોના મહામારી જેવા રોગ નો નાશ થાય અને લોકોને આવા રોગ માંથી મુક્તિ મળે તે માટે પોતાના શરીર ને કષ્ટ આપી કાંટા વાળી ગાદી નું ગ્રહણ કરી ભગવાન ભોળાનાથ ને પ્રાથના કરી રહયાં છે. તેમજ ભગવાન ને રીઝવવા માટે આ સાધુ મહાત્માએ સોમવાર થી ૨૧ દિવસ સુધી આ ગાદી પર બેસી ને તપસ્યા કરશે. અહેવાલ÷ જીતેન્દ્રકુમાર અગ્રવાલ અમીરગઢ…
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ