કેશોદ આરોગ્ય વિભાગ પાસે વિશાળ ટીમ હોવાછતાં જનરલ સર્વે કર્યા વગર આડેધડ કરતાં દોડધામ…. કેશોદ: કેશોદ શહેરમાં કોરોના પોઝીટીવ કેસ આવવાની શરૂ થયેલી હારમાળા અટકવાનું નામ લેતી નથી ત્યારે જવાબદાર આરોગ્ય તંત્ર પાસે દરેક વિસ્તારોમાં આશાવર્કર બહેનો અને હેલ્થ ઓફિસર ફાળવવામાં આવેલ છે જેઓના મહામારી કાબુમાં લેવા સમગ્ર શહેરમાં જનરલ સર્વે કરીને સંક્રમણ થતું અટકાવવા જરૂરી સારવાર અર્થે અભિયાન અંતર્ગત કામગીરી હાથ ધરી છેલ્લાં ચાર દિવસથી આવતાં કોરોના પોઝીટીવ કેસ રોકી શકાય એવું છે. કેશોદ શહેરમાં હોટસ્પોટ મહારાષ્ટ્રના પાંચ પોઝીટીવ કેસ નોંધાયા છે ત્યારે આજરોજ કેશોદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નાં મેનેજર દિનેશભાઈ ચૌહાણ નો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. એસબીઆઈ બેંક નાં મેનેજર દિનેશભાઈ ચૌહાણ તા.૭મી મે નાં રોજ અમદાવાદ ખાતે ગયેલાં હતાં અને તા.૧૨મી મે નાં રોજ પરત કેશોદ આવી જતાં હોમ કવોરન્ટાઈન કરવામાં આવેલ હતાં. આજરોજ બપોરે જેઓનો પોઝીટીવ રીપોર્ટ આવ્યા નાં સમાચાર વાયુવેગે પ્રસરી જતાં શહેરમાં ભયનો માહોલ છવાયો છે. કેશોદ પોલીસ સ્ટેશન નો સ્ટાફ અને વહીવટી અઘિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતાં અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કોરોના પોઝીટીવ દર્દી ને ૧૦૮ દ્વારા જુનાગઢ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં અને કેશોદ નગરપાલિકા દ્વારા સમગ્ર વિસ્તાર ને સેનેટાઈઝ કરવામા આવ્યો હતો. જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ને કન્ટેઈનમેન્ટ અને બફર ઝોન જાહેર કરવામાં આવ્યાં છે. કેશોદ શહેરમાં જુદા-જુદા ત્રણ વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલાં જાહેરનામાં મુજબ કન્ટેઈનમેન્ટ અને બફર ઝોન માં વિસંગતતાઓ નજરે પડે છે. અમુક વિસ્તારોમાં બસો મીટર અંતર, અમુક વિસ્તારોમાં સો મીટર તો અમુક વિસ્તારોમાં એકાદ બીલ્ડીગનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે જવાબદાર તંત્ર શંકાના દાયરામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા બફર ઝોન માં કે હોમ કવોરન્ટાઈન કરવામાં આવેલ વ્યક્તીઓ નાં ઘરે એન્ટીબાયોટીક ગોળીઓ નું વિતરણ કરવામાં ન આવતું હોય અને સતાધારી પક્ષના પ્રતિનિધિઓ ઢગલા મોઢે લઈને લાગતાં વળગતા ને અપાવતાં હોવાનો આક્ષેપ સમગ્ર શહેરમાં થઈ રહ્યો છે. કેશોદ શહેરમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં સ્થિતિ ગંભીર બની છે ત્યારે કેશોદ પોલીસ પાસે બંદોબસ્ત જાળવવામાં ફોજ ઘટી પડતાં સાંજના સાત વાગ્યા થી સવારના સાત વાગ્યા સુધી નાં કર્ફ્યૂ ની અમલવારી નામ પુરતી જ રહીં છે. કેશોદ શહેર નાં રહીશો ભયનાં ઓથાર હેઠળ જીવી રહ્યાં છે ત્યારે જવાબદાર જીલ્લા તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક પગલાં ભરવામાં આવશે નહીં તો આવનારાં દિવસોમાં કેશોદ શહેરમાં કોરોના પોઝીટીવ કેસ નો હાહાકાર મચી જાય તો નવાઈ નહીં.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ