Nari Aawaj

News Website

*મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા હરિહર અન્નક્ષેત્ર ના પ્રણેતા પૂ.હરજીવનભાઈ દીવાકર ના સાથી જીવરાજ ભાઈ નુ સન્માન કરવા મા આવ્યુ*

Views: 110
0 0
Spread the love

Read Time:1 Minute, 48 Second

અકસ્માતે વિકલાંગતા અને એકલવાયુ જીવન જીવતા જીવરાજભાઈ ને સાયકલ તેમજ રાશનકીટ અર્પણ કરવા મા આવી મોરબી ની પાવન ધરતી પર માનવસેવા જ્યોત પૂ.હરજીવનભાઈ દીવાકરે વર્ષો પહેલા હરિહર અન્નક્ષેત્ર ની સ્થાપના કરી પ્રજલ્લવિત કરી હતી. હજારો લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરનાર પૂ.હરજીવનભાઈ નુ અવસાન થયા બાદ તેમના સેવાકાર્ય તેમજ સુખ દુ:ખ ના સાથી જીવરાજભાઈ મોરસાણીયા એકલવાયુ જીવન ગુજારી રહ્યા છે ત્યારે વિધી ની વક્રતા કહો કે કુદરત નો કહેર કહો, એક અકસ્માત મા જીવરાજભાઈ ના પગ ક્ષતિગ્રસ્ત થયા અને તેમને કાયમી સેવરૂપે વિકલાંગતા આવેલ છે ત્યારે તેમની આ પરિસ્થિતી ની જાણ શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી ને થતા શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલીત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના આગેવાનો દ્વારા માનનિય જીવરાજભાઈ ને સાયકલ, સ્ટીક તેમજ રાશનકીટ અર્પણ કરી પૂ. હરજીવનભાઈ દીવાકર ને સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. તે ઉપરાંત શ્રી જલારામ પ્રાર્થના મંદિર આજીવન જીવરાજભાઈ તથા પૂ.હરજીવનભાઈ (હરીહર અન્નક્ષેત્ર ના સ્થાપક) ના તમામ સહયોગીઓ માટે હરહંમેશ તત્પર છે તેમ શ્રી ગીરીશભાઈ ઘેલાણીએ જણાવ્યુ હતુ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love