કચ્છના માંડવીમાં પત્રકાર પર થયેલા હુમલાના વિરોધમાં મોરબીના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનીક્સ મીડિયાના પત્રકારોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી કાર્યવાહીની માંગ કરી છે તાજેતરમાં કચ્છના માંડવીના ભીડ બજારમાં પત્રકાર સુરેશ ગોસ્વામી પર એડવોકેટ ખેરાજ એન રાગ અને અન્ય બે ઇસમોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જે બનાવને મોરબી જીલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનીક્સ મીડિયાના પત્રકારો સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અમારા વિરુદ્ધ લખે છે કહી જો હુમલો કરવામાં આવે તો તે અખબારી આલમ પર મોટી તરાપ છે અને લોકશાહીના ચોથા સ્તંભ એવા પત્રકારની કલમને રોકવાનો હીન પ્રયાસ છે જેથી હુમલો કરનાર સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી કરી ભવિષ્યમાં આવા બનાવો ના બને તે અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે તેમજ અગાઉ રાજકોટના પત્રકાર પર પરપ્રાંતીય ઇસમોના ટોળાએ હુમલો કર્યો હતો અને પત્રકાર પર અવારનવાર આવા બનાવો બને છે જે રોકવા કડક કાર્યવાહી કરાય તેવી માંગ કરી છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ