Nari Aawaj

News Website

*બોટાદ જીલ્લા પોલીસ-ઉત્સવ ગૃપ-સેવાકિય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે બોટાદ વોરાવાડ કંન્ટેનમેંન્ટ એરીયામાં કરીયાણુ-શાકભાજીની ૨૦૦ કિટ વિતરણ કરી કોમી એકતાનુ ઉદાહરણ પુરૂ પાડતી બોટાદ પોલીસ ટીમ*

Views: 132
0 0
Spread the love

Read Time:2 Minute, 12 Second

ભાવનગર નાયબ પોલીસ મહાનીરીક્ષકશ્રી અશોકકુમાર તથા “બોટાદ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સહિત નાઓએ કોરોના વાયરસ સંદર્ભે કાયદો વ્યવસ્થાની સાથે સાથે માનવીય અભિગમ દાખવી સેવાકીય પ્રવૃતિઓ પણ પોલીસ દ્વારા થવી જોઇએ તે સુચના અન્વયે બોટાદ જીલ્લામાં પોલીસ દ્વારા અનેક સેવાકીય કાર્યો થઇ રહયા છે. જેમાં બોટાદ પોલીસ ટીમ તેમજ ઉત્સવ ગૃપ તેમજ બોટાદની વિવિધ સેવાભાવી સંસ્થાઓએ મળીને વોરાવાડના સેવાભાવી લોકોની મદદથી બોટાદના લાંબા સમયથી કન્ટેઇનમેન્ટ એરીયાના વીધવાઓ, અશક્તો, વૃધ્ધો, ઓટોરીક્ષાના ચાલકો, છુટક મજુરી કરનાર જેવા જરૂરીયાત મંદ ૨૦૦ વ્યક્તિઓની યાદી તૈયાર કરેલ. તે યાદી મુજબ કીટ તૈયાર કરી વિતરણ કરવામાં આવી હતી જેમાં બોટાદ વિભાગીય પોલીસ અધિકારીશ્રી રાજદીપસિંહ નકુમ સાહેબ નાઓની રાહબરીમાં બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી આર.બી.કરમટીયા તથા પોલીસ ટીમે કીટોનુ વીતરણ કરેલ જેમાં તેલ-૨ લીટર, ચોખા-૫ કીલો, મરચુ,હળદર,ગોળ-૧ કીલો, ખાંડ-૧ કીલો, ચા,મશુર-૧ કીલો તથા શાકભાજી બટેટા-૨ કીલો, કોબી-૨ કીલો, ડુંગળી-૩ કીલો, મરચા-૧ કીલો, ટમેટા-૨ કીલો એમ મળી કુલ ૨૦ કીલોની ૨૦૦ કીટોનુ વિતરણ કરેલ. જેમાં બોટાદ પોલીસ ટીમ, ઉત્સવ ગૃપ, નામી-અનામી સેવાકીય સંસ્થાઓના સહયોગથી આ માનવતાનુ ઉમદા કાર્ય કરી કોમી એકતાનુ અનોખુ ઉદાહરણ પુરૂ પાડેલ છે.જે તસ્વીરમાં નજરે પડે છે. રીપોર્ટ:આરીફ દિવાન મોરબી 9723563374

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love