“કોરોનાવાયરસ અંતર્ગત ગત તારીખ 23 3 2020 જનતા કરફ્યુ બાદ સતત સતત લોક ડાઉન જિલ્લા કલેક્ટરે પરિપત્ર બહાર પાડ્યા સરકારની સરકારશ્રીના ગાઈડલાઈન મુજબ સ્વચ્છતાનું પાલિકાને પરિપત્ર મળ્યું!!?” સમગ્ર વિશ્વભરમાં કોરોનાવાયરસ હાહાકાર મચાવી દીધો હોય જે અંતર્ગત વિશ્વભરમાં માનવ જિંદગી ભક્ષક એવા કોરોનાવાયરસ અંતર્ગત લોક ડાઉન કરવામાં આવ્યું હતું જેમાં ભારતમાં પણ દેશના વડાપ્રધાન અને દરેક રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા ભારતના તમામ રાજ્યોનાં મોટાભાગના વિસ્તારોમાં લોક ડાઉન કરી લોકોના આરોગ્યનું જતન કરવામાં આવ્યું હતું પરંતુ જે ગત તારીખ 23 3 2020 ના રોજ જનતા કરફ્યુ બાદ સતત પ્રથમ તબક્કા નું લોક ડાઉન વખતે સરકારી પરીપત્રો કરવામાં આવી રહ્યા હતા તેમાં જિલ્લા કલેકટર અધ્યક્ષને સરકાર ની ગાઈડલાઈન મુજબ સરકારી પરિપત્રો પ્રસિદ્ધ કરી લોકોના આરોગ્યનું જતન કરવા અને કોરોનાવાયરસ અંતર્ગત કોઈ ભોગ ન બને તે અંગેની તકેદારી રાખવામાં આવી હતી પરંતુ મોરબી શહેર જિલ્લામાં નગરપાલિકા દ્વારા સરકારી પરિપત્ર નો તંત્ર દ્વારા આંખ આડા કાન કરતા હોય તેમ સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે આજની તારીખે મોરબી શહેરના રાહદારી અને વાહન ચાલકો થી ધમધમતા વિસ્તારમાં ગંદકીના ગંજ અને ઉભરાતી ગટરોથી લોકોના આરોગ્ય પર ગંભીર જોખમ રહ્યું હોય તેમ કોરોનાવાયરસ અંતર્ગત લોકોના આરોગ્યનું જતન કરવા માટે સરકાર દ્વારા તકેદારીના પગલારૂપે રાત દિવસ મહેનત કરી લોકોને રોગનો ભોગ ન બને તેવા પ્રયાસો કર્યા હોય એવા સમયે ચોથા તબક્કાનું લોક ડાઉન ખુલ્યા બાદ ફરી આજ થી ગુજરાતમાં વધુ પ્રમાણમાં લોક ડાઉન ખુલ્લુ મુકવામાં આવ્યું છે ત્યારે મોરબી શહેરના ભરચક વિસ્તારોમાં જ ગંદકીના ગંજ તંત્ર વાહકોને દેખાતા નથી ? સ્વચ્છતા માત્ર પ્રજાએ રાખવાની જરૂર છે પાલિકા તંત્રને નહીં? જેવા ગંભીર પ્રશ્નો ને ધ્યાને રાખી જિલ્લા કલેકટર શ્રી એ એ ગ્રેડની કહેવાતી નગરપાલિકાને સૌપ્રથમ સ્વચ્છતા સફાઇ અભિયાન કરાવવાનું પરિપત્ર બહાર પાડવાની જરૂર છે અને તેનો ચુસ્તપણે અમલ કરાવવો તે આજના કોરોનાવાયરસ અંતર્ગત મહત્વનો મુદ્દો ગંભીર ચિંતાજનક રહ્યો છે તે વાતને કોઈ શંકાને સ્થાન નથી કારણકે મોરબી શહેરમાં છાશવારે ગંદકીની ફરિયાદો ભૂતકાળમાં અને વર્તમાનમાં વારંવાર ઉઠવા પામી છે ત્યારે હાલ મહેન્દ્ર પરા વિસ્તારમાં વર્ષોથી શિરદર્દ સમસ્યા ઉભરાતી ગટરની રહી છે જે આજે તારીખ 1 6 ને સોમવારના રોજ યથાવત રહી છે ત્યારે ચોમાસાની ઋતુ નજીકમાં હોય અને પાણીનો નિકાલ નો અભાવ હોય તો ચોમાસાના સમયે વધુ પ્રમાણમાં વરસાદી થી તે વિસ્તારના લોકોની સ્થિતિ શું થશે તેવી પણ ચિંતા ન કરવી જોઈએ કારણકે હાલ કોરોનાવાયરસ અંતર્ગત અને વાવાઝોડા સુનામી ભૂકંપ જેવી કુદરતી આપત્તિજનક ઘટનાઓમાં લોકો સુરક્ષિત રહે તેવી તકેદારી તંત્રવાહકોની જવાબદારી બને છે તે માટે સરકારશ્રીમાં તંત્ર દ્વારા સાવચેતીરૂપે જાણકારી આપી સરકારની ગાઈડલાઈન્સ મુજબ આવનારા દિવસોમાં લોકોને હાલાકી ન પડે તેની પણ ફરજના ભાગ છે અને માનવતાના રૂપે કાર્ય કરવું જરૂરી બન્યું છે હાલ મોરબી શહેરમાં નવાડેલા રોડ ઉપર કચરાના ગંજ તસવીરમાં નજરે પડે છે તેમજ મહેન્દ્ર પરા માં ઉભરાતી ગટરના કારણે તલાવડા નો માહોલ જોવા મળે છે ગઢની રાગ સિપાઈ વાસ માં ગંદકીના ગંજ જોવા મળે છે અને મોરબી બે સામાકાંઠા વિસ્તારમાં હાઉસિંગ નજીક હાઉસિંગ બોર્ડ કોટન ની સામે જાહેર માર્ગ પર ગંદકીના કચરા તસવીરમાં નજરે પડે છે ત્યારે સ્વચ્છતા માત્ર કાગળો પર થતી હોય તેનો ચિતાર હાલ જોવા મળી રહ્યો છે તસ્વીર રિપોર્ટ આરીફ દિવાન મોરબી
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ