Nari Aawaj

News Website

*વાંકાનેર તાલુકાના ખીજડીયા માં ગંદકીનું સામ્રાજ્ય ભરાયું કોરોના જેવા વાયરસનો કોઈ ભોગ બને તે પહેલા તંત્ર જાગશે?*

Views: 96
0 0
Spread the love

Read Time:3 Minute, 5 Second

વાંકાનેર તાલુકા ખીજડીયા ગામ માં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે તેવી ફરિયાદ સ્થાનિક લોકોએ સરપંચ સમક્ષ અવારનવાર કરી છે છતાં તે અંગે ખીજડીયા ગામના સરપંચ આંખ આડા કાન કર્યા હોય તેમ ગામજનોએ મીડિયા સમક્ષ પોતાની વેદના રજૂ કરી છે જેમાં જણાવેલ વિગત એવી છે કે છેલ્લા એક વર્ષથી મુખ્ય માર્ગ એવા કલાવડી અને રાજકોટ તરફ નો માર્ગ આવેલો છે ત્યાં સ્વચ્છતાનો અભાવ હોય તે રીતે ગંદકીના કારણે સતત મચ્છરોનો ઉપદ્રવ રહે છે અને ગંદકી ની દુર્ગંધ ગ્રામ્ય વિસ્તારમાં ફેલાઈ રહી હોવાથી સાંજે જમવા ના ટાઈમે જમવાના ધન દુર્ગંધ કારણે ઉલટી વામીટ ના કારણે થાય છે જેથી ખીજડીયા માં રહેતા સ્થાનિકો ને કોરોના વાયરસ જેવા નો ગંભીર ભય રહ્યો છે ખીજડીયા થી નજીક આવેલા સીંધાવદર માં કોરોના નો કેસ નોંધાયાના સમાચાર સાંભળી રહ્યા છે ત્યારે તેનાથી દૂર બે કિલોમીટરના અંતરમાં ખીજડીયા ગામ ખાતે ગંદકીનું સામ્રાજ્ય દૂર કરવા માટે સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા એક વર્ષથી સ્વચ્છતાનો અભાવ હોય જેના કારણે સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે જેમાં સેલા ભાઈ ભરવાડ લીલાભાઈ ભરવાડ જાદા મેગા વલ્લભ છગન જેન્તી છગન રામજી વાલજી અબ્દુલ અમી પરાશરા મામદ અમી હુસેન જલાલ લતા મેપા વગેરે જણાવ્યું છે ગંદકી ના કારણે અમો સ્થાનિક લોકોને જમવાના સમયે આવતી દુર્ગંધ ના કારણે ભારે હાલાકી પડી રહી છે અને મચ્છરોના ઉપદ્રવથી શરીરમાં ખંજવાળ પણ આવે છે જેથી તે ખીજડીયા વિસ્તાર માં યુદ્ધના ધોરણે સ્વચ્છતા કરવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે નોંધનીય છે કે હાલ કોરોનાવાયરસ અંતર્ગત લોકો ચિંતામાં મુકાયા છે ત્યારે આત્મનિર્ભર ની વાતો કરનાર સરકાર સ્વચ્છતાનું કાર્ય ગ્રામ્ય વિસ્તારમાં ઝડપી ખરા અર્થે સ્વચ્છતા કરે અને ગ્રામ્ય. વિસ્તારમાં લોકો રોગનો ભોગ બને નહી એવા પ્રયાસ જરૂરી છે હાલ વાંકાનેરનાં ખીજડીયા ગામ માં ગંદકીનું સામ્રાજ્ય ના કારણે કોઈ રોગનો ભોગ બને તે પહેલા તંત્ર જાગશે ? એવો પ્રશ્ન ગ્રામ્ય વિસ્તારમાં ઉઠવા પામ્યો છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love