ગુજરાત માલધારી સેનાના વાંકાનેર તાલુકા પ્રમુખ ભનુભાઈ ઓળકીયા એ વાંકાનેર પ્રાંત અધિકારી તેમજ મામલતદાર ને આવેદન પત્ર પાઠવી ગૌચર દબાણ હટાવવા કરી રજુવાત વાંકાનેર:ગુજરાત માલધારી સેનાએ સમગ્ર ગુજરાત માંથી તાલુકા વાઇઝ મામલતદાર ને તેમજ જિલ્લામાંથી કલેકટર ને આવેદન પત્ર પાઠવી ગૌચર જમીનો ઉપરથી દબાણો દૂર કરવા રજુવાત કરી હતી. વાંકાનેર મામલદાર તેમજ પ્રાંત અધિકારી ને આવેદન પત્ર પાઠવતા વાંકાનેર માલધારી સેનાના પ્રમુખ ભનુભાઈ એ એક પ્રેસ યાદીમાં જણાવ્યા મુજબ હાલની પરિસ્થિતિ મુજબ ગામડાઓમાં ક્યાંય ગૌચર જમીન રહી નથી,માલધારી તેમજ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની પશુ ચરિયાણ માટે સરકાર દ્વારા આપવામાં આવેલ ગૌચર જમીનો ઉપર દબાણો થઈ ગયા છે જેથી આ દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરી માલધારી લોકોને ન્યાય મળે એ જરૂરી છે. ગૌચર દબાણ દૂર કરવા માટે મામલતદાર દ્વારા ટૂંક સમયમાં કોઈ કડક કાર્યવાહી કરવામાં નહિ આવે તો સમગ્ર જિલ્લામાંથી માલધારી સેનાના યુવાનો રસ્તા રોકો આંદોલન કરશે.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ