મોરબી: મોરબી શહેર જિલ્લાની સમસ્યાઓ એક નહિ અનેક પ્રકારની મતદાર પ્રજાજનો મહેસૂસ કરી રહ્યા છે મોરબીને જિલ્લો જાહેર કર્યાને સાત વર્ષ જેવો સમય થઈ ગયેલ હોય છતાં આજ દિવસ સુધી ગ્રામ્ય જેવો માહોલ મોરબી શહેરમાં છાશવારે જોવા મળે છે જેમાં ખાસ કરી મુખ્ય માર્ગો પર રખડતા ઢોર છાશવારે થતા ટ્રાફિક જામના દ્રશ્યો અને રોડ રસ્તા પર રહેલા ખાડા થી રાહદારી અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી છે છતાં પ્રજાના પ્રતિનિધિ ધારાસભ્યો સંસદસભ્યો અને ગ્રામ્ય વિસ્તારના સરપંચ કે નગર પાલિકાના નગરસેવકો પ્રજાલક્ષી કાર્યમાં રસ ના હોય તે રીતે અવાર નવાર સમસ્યાનો સામનો મતદાર પ્રજા ને કરવો પડે છે જેના પરિણામે લોકોને અવાર નવાર ભારે હાલાકી વેઠવી પડે છે અને મોટી દુઃખદ અકસ્માતની ઘટનાની તંત્ર રાહ જોતું હોય તેઓ હાલ મોરબી શહેરનો ચિત્રો શહેરમાં જોવા મળી રહ્યા છે તાજેતરમાં જ સતત બે ત્રણ પડેલા મોસમનો વરસાદ થી સમગ્ર મોરબી શહેરના વિસ્તારમાં ગંદકી ગંદા પાણી ભયા રહ્યા હોય તેથી સમગ્ર શહેરમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા જેનો નિકાલ કરવામાં તંત્ર જાણે નિષ્ફળ હોય તેમ ત્રણ ત્રણ દિવસથી કોરાણ ઉઘાડ રહેતા છતાં તંત્રએ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ નિવડયુ હોય તેમ સમગ્ર મોરબી શહેર નો ચિત્રાર જોવ તસ્વીરો માં જોવા મળે છે ત્યારે વિકાસ.. વિકસ…ની બુમો પાડતા નેતાઓ મોરબીના નીચાણવાળા સહિત મુખ્ય માર્ગો સહિતના વિસ્તારની મોરબીની સરકારી કચેરીઓ તરફના માર્ગો પર આજની તારીખે ખાડા ખબરા જોવા મળે છે જેમાં પાણી ભરાતું રહે છે જેના પરિણામે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે જેથી રોગચાળાનો ગંભીર ભય મોરબીવાસીઓ પર છે છતાં તંત્ર પ્રજાલક્ષી કાર્યમાં નિષ્ફળ નિવડયુ હોય ત્યારે હાલ કોરોનાવાયરસ માં પણ મોરબી શહેર જિલ્લાની પ્રજા હાહાકાર મચાવી ગઈ છે ત્યારે વરસાદના પાણીથી મચ્છરો અને અકસ્માતના કારણે કોઈ દુઃખદ જનક હોય મોટી ઘટના ન સર્જાય તે પહેલા તંત્ર વાહકો જિલ્લાકક્ષાની કામગીરી કરે અને મોરબી શહેર સૌરાષ્ટ્રનું પેરિસ અને ઉદ્યોગ નગરીથી દેશ-વિદેશમાં નામ પ્રાપ્ત કર્યું છે તેમ મોરબીનું વાસ્તવિકતા કંઈક અલગ પડી ગઈ હોય તેને યોગ્ય કરી જિલ્લા કક્ષાના અધિકારીઓ જીલ્લા જેવી સગવડો અપાવી તેવી પ્રજાલક્ષી સરકારનું ખરા અર્થમાં વિકાસ કરવાનું કાર્ય સફળ બનાવે અને ખરા અર્થમાં મોરબી શહેર જિલ્લાનો વિકાસ કરે તેવી વિકાસલક્ષી સરકાર સમક્ષ મોરબીની પ્રજાની લાગણી અને માગણી ઉઠવા પામી છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ