યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જન્મદિવસની ઉજવણી કંઈક અલગ રીતે સામાજિક ચેતના જાગૃત કરતી અને સામાજિક નિસ્બત સંબંધી ઉજવણી કરી મનાવવામાં આવે છે. ત્યારે દેવેન રબારીના પુત્ર મયંકના જન્મદિવસ નિમિત્તે યંગ ઇન્ડિયા ગ્રુપ ની પરંપરા અનુસાર જન્મદિવસ ની અનોખી ઉજવણી ના ભાગરૂપે “આપવાનો આનંદ” કાર્યક્રમ હેઠળ મોરબી શહેર વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટી તથા પછાત વિસ્તારનાં બાળકોમાં સામાજિક સમરસતા કેળવાય તેવા હેતુ ની સાથે સાથે બાળકોમાં જીવનશેલી માં સુધારો આવે તેમજ અનુશાસન કેળવાય તેવા હેતુથી તેમજ વર્તમાન સ્થિતિની ધ્યાન માં રાખીને સેલ્ફ ડિસ્ટન્સ જાળવી પિઝા સહિત નું ભાવતા ભોજન કરાવીને તથા જન્મદિવસે ગાય માતા ની સેવા કરી આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા મેળવી હતી. જન્મદિવસ ની ઉજવણી કરી આપવાનો આનંદ મેળવી ચેતન્ય સમા ઈશ્વર એવા બાળદેવતાઓને રાજી કરી મયંક માટે આશીર્વાદ મેળવી ધન્યતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમના જેવો જ આનંદ બીજા લોકો પણ પોતાના પ્રિય જનોના જન્મદિન અવસરે અનોખી રીતે આપવાનો આનંદ મેળવે એવી આશા વ્યક્ત કરી હતી.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ